મસાલા ખીચડી પરાઠા - Masala Khichdi Paratha

Masala Khichdi Paratha recipe In Gujarati

This recipe has been viewed 3138 times
5/5 stars  100% LIKED IT   
1 REVIEW ALL GOOD

Masala Khichdi Paratha - Read in English 


ઘણા આધેડ વ્યક્તિઓ માને છે કે ઝડપથી બનતા અને પૌષ્ટિક જમણમાં ખીચડી એક ઉમદા વિકલ્પ છે અને ઘણે અંશે તેઓ સાચા પણ છે. ખીચડી એટલી આરોગ્યવર્ધક છે કે આગલા દિવસની બચેલી ખીચડી પણ બગાડવી ન જોઇએ. પ્રસ્તુત છે એક એવી પરાઠાની વાનગી જે ખીચડી, ઘઉંનો લોટ અને ચણાના લોટમાંથી બને છે. મસાલા ખીચડી પરાઠા એક સવારના નાસ્તાનો એક શ્રેષ્ઠ વિકલ્પ છે જેને તમે ધારો તો ટીફીનમાં પણ લઇ જઇ શકો છો. આ પરાઠાથી તમારું પેટ તો જરૂર ભરાઇ જશે પણ કણિકમાં ઉમેરવામાં આવેલી સોડમથી ભરપૂર એવી સામગ્રીને કારણે તે સ્વાદિષ્ટ અને પૌષ્ટિક પણ બને છે.

મસાલા ખીચડી પરાઠા - Masala Khichdi Paratha recipe in Gujarati

તૈયારીનો સમય: ૧૫ મિનિટ   બનાવવાનો સમય: ૧૫ મિનિટ   રાંધવા સમય લેવામાં :    કુલ સમય :     ૧૦પરોઠા માટે
મને બતાવો પરોઠા

ઘટકો
૧ કપ આગલા દિવસની બચેલી ખીચડી
૧ કપ ઘઉંનો લોટ
૧/૨ કપ ચણાનો લોટ
૨ ૧/૨ ટીસ્પૂન લાલ મરચાંનો પાવડર
૧/૪ ટીસ્પૂન હળદર
૧/૪ ટીસ્પૂન હીંગ
૧/૪ ટીસ્પૂન સાકર
૨ ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર
૨ ટીસ્પૂન ઘી
૧ ટીસ્પૂન લીંબુનો રસ
મીઠું , સ્વાદાનુસાર
ઘઉંનો લોટ , વણવા માટે
૫ ટીસ્પૂન તેલ , શેકવા માટે

પીરસવા માટે
લૉ ફેટ દહીં
કાર્યવાહી
    Method
  1. એક ઊંડા બાઉલમાં બધી સામગ્રી ભેગી કરી, સારી રીતે મિક્સ કરી, થોડા પાણીની મદદથી મસળીને નરમ કણિક બનાવો.
  2. કણિકના ૧૦ સરખા ભાગ પાડી દરેક ભાગને ઘઉંના લોટની મદદથી ૧૨૫ મી. મી. (૫”) વ્યાસના ગોળાકારમાં વણી લો.
  3. એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી ૧/૨ ટીસ્પૂન તેલની મદદથી પરાઠાને બન્ને બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય તે રીતે શેકી લો.
  4. લૉ ફેટ દહીં સાથે ગરમ ગરમ પીરસો.
Nutrient values એક પરાઠા માટે

ઊર્જા
૧૦૨ કૅલરી
પ્રોટીન
૩.૪ ગ્રામ
કાર્બોહાઈડ્રેટ
૧૫.૫ ગ્રામ
ચરબી
૩.૦ ગ્રામ
લોહતત્વ
૦.૯ મીલીગ્રામ
ફાઇબર
૧.૩ ગ્રામ

Reviews