મસાલાવાળા તુરીયા ની રેસીપી - Masale Wali Turai, Turai ki Sabzi

Masale Wali Turai, Turai ki Sabzi recipe In Gujarati

This recipe has been viewed 2084 times



કોઇક શાક ઘણા આરોગ્યદાઇ હોય છે, પણ આપણે આપણા જમણમાં તેનો ઉપયોગ ક્યારેક જ કરીએ છીએ. તુરીયા તેમાંનો એક દાખલો ગણી શકાય.

તુરીયા જો કે પૌષ્ટિક તો છે પણ, તેનો ઉપયોગ કરવાનું આપણે ટાળીએ છીએ કારણકે તે અતિ નરમ, પોચા અને એક અલગ પ્રકારની સુવાસ ધરાવે છે. અહીં અમે તેની આ ખાસિયતો દૂર કરી છે.

તેમાં ટમેટાના પલ્પની સાથે વિવિધ મસાલા મેળવવામાં આવ્યા છે, જેથી આ મસાલાવાળા તુરીયાની ભાજી તમે ઝટપટ અને સરળ રીતે બનાવી શકો અને તમારા ઘરમાં બનતી અન્ય વાનગીઓની સૂચિમાં તેનો ઉમેરો કરી શકો.

બીજા પૌષ્ટિક શાક પણ અજમાવો જેમ કે તાજી મશરૂમની કરી અને પાલક ચણાની દાળ .

મસાલાવાળા તુરીયા ની રેસીપી - Masale Wali Turai, Turai ki Sabzi recipe in Gujarati

તૈયારીનો સમય: ૧૫ મિનિટ   બનાવવાનો સમય: ૧૩ મિનિટ   રાંધવા સમય લેવામાં :    કુલ સમય :     ૪ માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો
૨ કપ જાડી સ્લાઇસ કરેલા તુરીયા
૨ ટીસ્પૂન તેલ
૧/૨ ટીસ્પૂન જીરૂ
૧/૨ કપ સમારેલા કાંદા
૧/૨ ટીસ્પૂન હળદર
૧ ટીસ્પૂન ખમણેલું આદૂ
૧/૨ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં
૧ ૩/૪ કપ તાજું ટમેટાનું પલ્પ
૧ ૧/૨ ટીસ્પૂન ધાણા-જીરા પાવડર
૧ ટીસ્પૂન મરચાં પાવડર
૧ ટીસ્પૂન આમચૂર
મીઠું , સ્વાદાનુસાર

સજાવવા માટે
૨ ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર
કાર્યવાહી
    Method
  1. એક નૉન-સ્ટીક કઢાઇમાં તેલ ગરમ કરી તેમાં જીરૂ મેળવો.
  2. જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં કાંદા ઉમેરી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી સાંતળી લો.
  3. તે પછી તેમાં હળદર, આદૂ, લીલા મરચાં અને ૧ ટેબલસ્પૂન પાણી મેળવી મધ્યમ તાપ પર થોડી વધુ સેકંડ સુધી સાંતળી લો.
  4. તે પછી તેમાં ટમેટાનું પલ્પ અને મીઠું મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
  5. તે પછી તેમાં ધાણા-જીરા પાવડર, મરચાં પાવડર અને આમચૂર પાવડર મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી રાંધી લો.
  6. છેલ્લે તેમાં તુરીયા અને મીઠું મેળવી, સારી રીતે મિક્સ કરી લીધા પછી કઢાઇને ઢાંકી મધ્યમ તાપ પર ૮ મિનિટ સુધી અથવા તુરીયા બરોબર રંધાઇ જાય ત્યાં સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
  7. કોથમીર વડે સજાવીને ગરમ ગરમ પીરસો.

Reviews