આ મલાઇદાર અને મસાલેદાર સૂકી અળુની ભાજી ભાત, રોટી કે પછી પૂરી સાથે મજાનું સંયોજન બનાવે છે. દહીં, આમચૂર પાવડર અને બીજા મસાલા મેળવીને બનતું ખાટું મસાલાનું મિશ્રણ માઇક્રોવેવ વડે બનતી આ સૂકી ભાજીનો સ્વાદ જીભને કળતર કરાવે એવું બનાવે છે, જ્યારે દૂધ અને મલાઇ તેને સ્વાદિષ્ટ અને ખુશ્બુદાર બનાવે છે. આ મસાલેદાર અળુની ભાજીને ભરપુર કોથમીર વડે સજાવી, તે ગરમાગરમ હોય ત્યારે જ તેની મજા માણો
મસાલેદાર અળુની ભાજી - Masaledar Arbi recipe in Gujarati
Method- એક માઇક્રોવેવ પ્રૂફ બાઉલમાં તેલ, આદૂ-લસણની પેસ્ટ, લીલા મરચાં, લીંબુનો રસ અને અજમો મેળવી ઉંચા તાપ પર ૧ મિનિટ સુધી માઇક્રોવેવ કરી લો.
- તે પછી તેમાં તૈયાર કરેલો મસાલો, અળુના ટુકડા, દૂધ, તાજું ક્રીમ અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી ઉંચા તાપ પર ૯ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી માઇક્રોવેવ કરી લો.
- કોથમીર વડે સજાવીને ગરમ ગરમ પીરસો.