મઠ અને પૌવાનો ચિવડો - Matki Poha Chivda

Matki Poha Chivda recipe In Gujarati

This recipe has been viewed 1705 times

Matki Poha Chivda - Read in English 


તમને દીવસની શરૂઆત એક અલગ નાસ્તાથી કરવી છે?

તો આ એક અસામાન્ય પોહાની વાનગીનો સ્વાદ માણો, જેમાં ભરપૂર મસાલેદાર મઠ મેળવવામાં આવી છે. જો તમને આ ચેવડો પસંદ આવે, તો તમે તેને આગળથી તૈયાર કરી રાખો અને જ્યારે નાસ્તો ખાવાની ઇચ્છા થાય ત્યારે તેની મજા માણો.

સવારના નાસ્તાના બીજા વ્યંજન પણ અજમાવો જેમ કે ઓટસ્ મટર ઢોસા અને કડુબુ.

મઠ અને પૌવાનો ચિવડો - Matki Poha Chivda recipe in Gujarati

તૈયારીનો સમય: ૧૦ મિનિટ   બનાવવાનો સમય: ૧૦ મિનિટ   રાંધવા સમય લેવામાં :    કુલ સમય :     ૧૦ માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો

પૌવા ચિવડા માટે
૨ કપ ઝીણા પૌવા
૨ ટીસ્પૂન તેલ
૧/૨ ટીસ્પૂન રાઈ
૧/૨ ટીસ્પૂન હળદર
એક ચપટીભર હીંગ
૧/૨ ટીસ્પૂન પીસેલી સાકર
મીઠું , સ્વાદાનુસાર

મસાલા મઠ માટે
૧ કપ ફણગાવેલા મઠ
૨ ટીસ્પૂન તેલ
૧/૪ કપ ઝીણા સમારેલા કાંદા
એક ચપટીભર હીંગ
૧/૪ ટીસ્પૂન હળદર
મીઠું સ્વાદાનુસાર
૧/૪ કપ શેકીને અર્ધકમરી કરેલી મગફળી
૨ ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર
૨ ટીસ્પૂન મરચાં પાવડર
૨ ટીસ્પૂન લીંબુનો રસ
કાર્યવાહી
પૌવા ચિવડા માટે

    પૌવા ચિવડા માટે
  1. એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં રાઈ ઉમેરો.
  2. જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં હળદર, હીંગ, પૌવા, સાકર અને મીઠું મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પ૨ ૨ થી ૩ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી સાંતળી લો.
  3. આ મિશ્રણના ૪ સરખાં ભાગ પાડી બાજુ પર રાખો.

મસાલા મઠ માટે

    મસાલા મઠ માટે
  1. એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં કાંદા ઉમેરી, મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી અથવા કાંદા અર્ધપારદર્શક થાય ત્યાં સુધી સાંતળી લો.
  2. તે પછી તેમાં હીંગ, હળદર, ફણગાવેલા મઠ, મીઠું અને ૧/૪ કપ પાણી ઉમેરી, સારી રીતે મિક્સ કરી પૅનને ઢાંકણ વડે ઢાંકીને ધીમા તાપ પર ૪ થી ૫ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
  3. તે પછી તેમાં મગફળી, કોથમીર અને મરચાં પાવડર મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ ૧ મિનિટ સુધી રાંધી લો.
  4. છેલ્લે તેમાં લીંબુનો રસ મેળવી, તાપને બંધ કરી મિશ્રણને સારી રીતે મિક્સ કરી લો.
  5. આ મિશ્રણના ૪ સરખા ભાગ પાડી બાજુ પર રાખો.

પીરસવાની રીત

    પીરસવાની રીત
  1. તૈયાર કરેલા પૌવા ચિવડાનો એક ભાગ એક બાઉલમાં મૂકીને તેની પર તૈયાર કરેલો મસાલા મઠનો એક ભાગ પાથરી
  2. તરત જ પીરસો.

Reviews