મેદૂ વડા - Medu Vada ( South Indian Recipe)

Medu Vada ( South Indian Recipe) In Gujarati

This recipe has been viewed 7617 times
5/5 stars  100% LIKED IT   
1 REVIEW ALL GOODદક્ષિણ ભારતીય લોકોની સવારના નાસ્તાની ડીશમાં ઇડલી, ઢોસા, પોંગલ કે ઉત્તાપા ભલે હોય પણ જો તેની ડીશમાં કરકરા સ્વાદિષ્ટ અને પ્રોટીનયુક્ત અડદની દાળના મેદૂ વડા ન હોય તો તેમનો સવારનો નાસ્તો અધૂરો ગણાય છે. ખરેખર તો જો તમે કોઇ દક્ષિણ ભારતીય હોટલમાં સવારના નાસ્તા માટે જાવ, ભલે તે પછી કોઇ નાના ગામડાની હોટલ હોય, પણ વેઇટર સડસડાટ નાસ્તાની વિવિધ ડીશો બોલી જશે ત્યારે કોઇ પણ ડીશની સાથે વડાનું નામ તેમાં જરૂરથી આવશે. સાંભર અને નાળિયેરની ચટણી સાથે પીરસાતા મેદૂ વડા તો તમને બેવડો આનંદ આપશે. બીજી વિવિધ દક્ષિણ ભારતીય વાનગી પણ અજમાવો, તે છે અડઇ અને કાંચીપૂરમ ઇડલી

Medu Vada ( South Indian Recipe) recipe - How to make Medu Vada ( South Indian Recipe) in gujarati

તૈયારીનો સમય: ૫ મિનિટ   પલાળવાનો સમય:  ૨ કલાક   બનાવવાનો સમય: ૧૫ મિનિટ   રાંધવા સમય લેવામાં :    કુલ સમય :     ૧૪મેદૂ વડા માટે
મને બતાવો મેદૂ વડા

ઘટકો
૧ કપ અડદની દાળ
૧ ટેબલસ્પૂન મોટા સમારેલા લીલા મરચાં
૩ to ૪ મરીના દાણા
૮ to ૧૦ કડી પત્તા
૧ ટીસ્પૂન સમારેલું આદૂ
મીઠું , સ્વાદાનુસાર
તેલ , તળવા માટે

પીરસવા માટે
સાંભર
નાળિયેરની ચટણી
કાર્યવાહી
  Method
 1. અડદની દાળને સાફ કરી, ધોઇને જરૂરી પાણીમાં લગભગ ૨ કલાક સુધી પલાળી રાખો.
 2. તે પછી તેને નીતારીને તેમાં લીલા મરચાં, મરી, કડી પત્તા અને આદૂ તથા થોડું પાણી મેળવી મિક્સરમાં ફેરવી નરમ ખીરૂ તૈયાર કરો.
 3. પછી તેમાં મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી ખીરાના ૮ સરખા ભાગ પાડી બાજુ પર રાખો.
 4. તમારા હાથ થોડા ભીના કરી લો.
 5. હવે ખીરાનો એક ભાગ તમારા હાથમાં લઇ લો.
 6. તેને ગોળ આકાર આપી વચ્ચે તમારા અંગુઠા વડે તેમાં એક કાણું પાડી લો.
 7. એક નૉન-સ્ટીક કઢાઇમાં તેલ ગરમ કરી, હાથમાં બનાવેલું વડું, ઊંધું કરી તેલમાં નાંખો.
 8. વડાને બન્ને બાજુએ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો.
 9. આ જ પ્રમાણે બાકી રહેલા ખીરા વડે ૧૩ વડા બનાવી લો.
 10. વડાને ટીશ્યુ પેપર પર મૂકી સૂકા કરી નાળિયેરની ચટણી અને સાંભર સાથે ગરમ-ગરમ પીરસો.

Reviews