ઢેબરાને ભારતીય બ્રેડ ગણવામાં આવે છે અને ગુજરાતી વાનગીઓમાં તે અતિ પ્રખ્યાત પણ છે. તેમાં બાજરીના લોટ સાથે અન્ય બીજા લોટ તથા બહુ બધા મસાલા મેળવવામાં આવે છે. તમને ખાવાની લાલચ થઇ જાય એવા આ મેથી-મકાઇના ઢેબરામાં મકાઇ તથા બાજરીનો લોટ સાથે અન્ય લોટ મેળવવામાં આવ્યા છે. આ ઉપરાંત તેમાં અનેક જાતની સામગ્રી જેવી કે મેથીના પાન, તલ, આદૂ અને લીલા મરચાંની પેસ્ટ મેળવીને બનાવેલી કણિક મનમોહિત ખુશ્બુદાર બને છે. જો કે તેમાં ઘણી વસ્તુઓ મેળવવામાં આવી છે, છતાં તે બધી વસ્તુઓ તમારા રસોડામાં સહેલાઇથી મળી શકે એવી હોવાથી તમને જ્યારે થોડો સમય ફાજલ મળે ત્યારે આ ઢેબરા બનાવીને તૈયાર રાખો અને ચહા સાથે તેની મજા માણો.
મેથી-મકાઇના ઢેબરા - Methi Makai Dhebra, Tea Time Snack recipe in Gujarati
Method- એક ઊંડા બાઉલમાં બધી વસ્તુઓ ભેગી કરી, તેમાં જરૂરી પાણી મેળવી બહુ કઠણ નહીં અને બહુ નરમ નહીં એવી કણિક તૈયાર કરો.
- આ કણિકના ૩૦ સરખા ભાગ પાડી લો.
- દરેક ભાગને તમારી હથેલીમાં લઇ ધીમે-ધીમે હાથ વડે થાબડતા ૧ સે. મી. જાડાઇના અને ૫૦ મી. મી. (૨”) વ્યાસના ગોળાકાર ઢેબરા તૈયાર કરી લો.
- એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં એક સાથે થોડા-થોડા ઢેબરા નાંખી ને મધ્યમ તાપ પર તેને બન્ને બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો. તે પછી તેને ટીશ્યુ પેપર પર મૂકી સૂકા થવા દો. આમ તમે એક સાથે ૬ થી ૭ ઢેબરા તળી શકશો.
- તરત જ પીરસો અથવા સંપૂર્ણ ઠંડા પાડીને હવાબંધ બરણીમાં ભરી ૨ દીવસની અંદર તેનો ઉપયોગ કરી લેવો.