Methi Papad ( Gujarati Recipe) In Gujarati

This recipe has been viewed 2253 times

Methi Papad ( Gujarati Recipe) - Read in English 


અહીં મેથીના દાણાને પાપડની સાથે એક મજેદાર મીઠી અને તીખી ગ્રેવીમાં રાંધવામાં આવ્યા છે. મેથીના દાણામાં રહેલા ઉત્તમ ઔષધીય ગુણધર્મોનો ફાયદા તો છે જ, પણ તે ઉપરાંત વધુમાં તેમાં સારા પ્રમાણમાં લોહતત્વ છે અને તે સાથે તે શરીરને શીતળતા પણ આપે છે. સામાન્ય રીતે આપણે કોઇપણ વાનગીમાં મેથીના એક-બે ચમચી જેટલા જ દાણા નાંખીએ છીએ, જ્યારે આ વાનગીમાં મેથીનો પુષ્કળ ઉપયોગ થવાથી તે એક અસામાન્ય વાનગી બને છે. આ વાનગી સ્વાદમાં જરૂર કડવી છે, છતાં તે અતિ સ્વાદિષ્ટ બને છે. ભાત અને અથાણા સાથે ગરમ ખાઇને તેનો આનંદ માણો.

Methi Papad ( Gujarati Recipe) recipe - How to make Methi Papad ( Gujarati Recipe) in gujarati

તૈયારીનો સમય: ૧૦ મિનિટ   પલાળવાનો સમય:  ૩૦ મિનિટ   બનાવવાનો સમય: ૨૩ મિનિટ   રાંધવા સમય લેવામાં :    કુલ સમય :     ૪માત્રા માટે

ઘટકો
૧ ૧/૨ ટેબલસ્પૂન મેથીના દાણા
૧ ૧/૨ કપ કાચા પાપડ , ટુકડા કરેલા
૨ ૧/૨ ટીસ્પૂન તેલ
૧/૨ ટીસ્પૂન રાઇ
૧/૪ ટીસ્પૂન હીંગ
૧/૪ ટીસ્પૂન હળદર
૧/૨ ટીસ્પૂન મરચાં પાવડર
૧/૨ ટીસ્પૂન ધાણા-જીરા પાવડર
૧ ટેબલસ્પૂન ખમણેલો ગોળ
મીઠું , સ્વાદાનુસાર

પીરસવા માટે
રોટલી
કાર્યવાહી
    Method
  1. ગરમ પાણીમાં મેથીના દાણાને ૩૦ મિનિટ સુધી પલાળી રાખ્યા બાદ નીતારી લો.
  2. હવે એક પ્રેશર કુકરમાં જરૂરી પાણી સાથે મેથીના દાણાને ૩ સીટી સુધી બાફીને નીતારી લીધા પછી બાજુ પર રાખો.
  3. હવે એક નૉન-સ્ટીક કઢાઇમાં તેલ ગરમ કરી તેમાં રાઇ મેળવો.
  4. જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં ૧ ૧/૨ કપ પાણી, હળદર, મરચાં પાવડર, ધાણા-જીરા પાવડર, ગોળ અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી લીધા પછી ધીમા તાપ પર પાણી ઉકળવા માંડે ત્યાં સુધી રાંધી લો.
  5. તે પછી તેમાં મેથી અને પાપડ મેળવી સારી રીતે મિક્સ કરી ધીમા તાપ પર 4 થી 5 મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી ઉકાળી લો.
  6. તરત જ પીરસો.

હાથવગી સલાહ:

    હાથવગી સલાહ:
  1. આ વાનગીમાં તમને મેથીના દાણાની કડવાશ ન ગમતી હોય તો તમે ૧/૨ કપ મેથીની ભાજીનો ઉપયોગ કરી શકો છો. રીત ક્રમાંક ૪ માં જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં મેથીની ભાજી ઉમેરી મધ્યમ તાપ પર ૩ થી ૪ મિનિટ સુધી સાંતળી લીધા પછી આગળની રીતે તૈયાર અનુસરવી.

Reviews