મેક્સિકન બીન ઍન્ડ ચીઝ સલાડ - Mexican Bean and Cheese Salad

Mexican Bean and Cheese Salad recipe In Gujarati

This recipe has been viewed 1793 times

Mexican Bean and Cheese Salad - Read in English 


મેક્સિકન રસોઇમાં બીન્સ એક અંગભૂત ભાગ ધરાવે છે. બરીતોના પૂરણ અને ટાકોસ થી સલાડ અને ડીપ વગેરે માટે બીન્સ દરેક વાનગીમાં વપરાય છે.

અહીં સ્વાદિષ્ટ મેક્સિકન બીન ઍન્ડ ચીઝ સલાડની વાનગીમાં બે પ્રકારના બાફેલા બીન્સનું સંયોજન રસદાર અને કરકરા શાકભાજી સાથે કરીને, એક ખાટ્ટા અને તીખા ડ્રેસિંગ સાથે મિક્સ કરવામાં આવ્યું છે.

અહીં પીળી મકાઇ, લાલ ટમેટા અને લીલી કોથમીર વડે બનતા સલાડને રંગબેરંગી રૂપ મળે છે.

આવા આ રંગીન સલાડનો ઉપયોગ નાચો ચીપ્સ પર મૂકીને તરત પીરસો. બીજી મેક્સિકન વાનગીઓ જેવી કે મેક્સિકન રાઇસ અને મેક્સિકન કોર્ન પીઝા પણ અજમાવવા જેવી છે.

Mexican Bean and Cheese Salad recipe - How to make Mexican Bean and Cheese Salad in gujarati

તૈયારીનો સમય: ૧૫ મિનિટ   રાંધવા સમય લેવામાં :    કુલ સમય :     ૪ માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો
૩/૪ કપ પલાળીને બાફેલી ચવલી
૩/૪ કપ પલાળીને બાફેલા રાજમા
૧/૨ કપ પ્રોસેસ્ડ ચીઝના ચોરસ ટુકડા
૩/૪ કપ બાફેલા મીઠી મકાઇના દાણા
૩/૪ કપ સમારેલા ટમેટા
૧/૨ કપ ઝીણા સમારેલા લીલા કાંદા
૨ ટેબલસ્પૂન સમારેલી કોથમીર

મિક્સ કરીને ડ્રેસિંગ તૈયાર કરવા માટે
૨ ટેબલસ્પૂન જેતૂનનું તેલ
૧ ટેબલસ્પૂન લીંબુનો રસ
૧ ટીસ્પૂન સૂકા લાલ મરચાંના ફ્લેક્સ
મીઠું , સ્વાદાનુસાર

સજાવવા માટે
૧/૨ કપ અર્ધકચરેલા નાચો ચીપ્સ્
કાર્યવાહી
    Method
  1. એક ઊંડા બાઉલમાં સલાડ માટેની બધી વસ્તુઓ ભેગી કરી તેને સારી રીતે મિક્સ કરી લો.
  2. પછી તેમાં તૈયાર કરેલું ડ્રેસિંગ મેળવી હળવેથી મિક્સ કરી લો.
  3. નાચો ચીપ્સ્ વડે સજાવીને તરત જ પીરસો.

Reviews