મેક્સિકન બ્રેડ રોલ્સ - Mexican Bread Rolls

Mexican Bread Rolls recipe In Gujarati

This recipe has been viewed 1666 times

Mexican Bread Rolls - Read in English 


આમ તો તમે મેક્સિકન વાનગીઓનો સ્વાદ સારો એવો માણ્યો હશે, જેવી કે ટોર્ટીલા અને કસાડીયા. પણ અહીં એક બહુ જ સાદા નાસ્તાની વાનગી રજૂ કરી છે, તે છતાં તેને મેક્સિકન સ્પર્શ મળી રહે છે. આ મેક્સિકન બ્રેડ રોલમાં મીઠી મકાઇના દાણા અને સિમલા મરચાંની સાથે ચીઝ અને મેંદાથી ઘટ્ટ કરેલું દૂધ અને ચીલી ફ્લેક્સની થોડી તીખાશ આપીને પૂરણ તૈયાર કરવામાં આવ્યું છે. તે પછી આ પૂરણને બ્રેડમાં ભરીને મજેદાર કરકરો નાસ્તો બનાવવામાં આવ્યો છે, જેને તાજા અને ગરમા ગરમ ટમૅટા કેચપ સાથે પીરસવા.

Mexican Bread Rolls recipe - How to make Mexican Bread Rolls in gujarati

તૈયારીનો સમય: ૧૦ મિનિટ   બનાવવાનો સમય: ૧૫ મિનિટ   રાંધવા સમય લેવામાં :    કુલ સમય :     ૧૨બ્રેડ રોલ્સ માટે
મને બતાવો બ્રેડ રોલ્સ

ઘટકો
૧૨ બ્રેડ સ્લાઇસ

પૂરણ માટે
૨ ટેબલસ્પૂન માખણ
૨ ટીસ્પૂન મેંદો
૧ કપ દૂધ
૧/૪ કપ બાફેલા મીઠી મકાઇના દાણા
૧/૨ કપ ઝીણા સમારેલા સિમલા મરચાં
૧/૪ કપ ખમણેલું પ્રોસેસ્ડ ચીઝ
૧ ટીસ્પૂન સૂકા લાલ મરચાંના ફ્લૅક્સ
મીઠું , સ્વાદાનુસાર

બીજી જરૂરી વસ્તુઓ
તેલ , તળવા માટે

પીરસવા માટે
ટમૅટા કેચપ
કાર્યવાહી
    Method
  1. એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં માખણ ગરમ કરી, તેમાં મેંદો ઉમેરીને મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી સતત હલાવતા રહી રાંધી લો.
  2. તે પછી તેમાં દૂધ મેળવી, મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી સતત હલાવતા રહી તેમાં ગાંગડા ન રહે અથવા સૉસ ઘટ્ટ બને ત્યાં સુધી રાંધી લો.
  3. પછી તેમાં મકાઇના દાણા, સિમલા મરચાં, ચીઝ, લાલ મરચાંના ફ્લૅક્સ અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
  4. આ મિશ્રણ બીજા એક બાઉલમાં કાઢીને બાજુ પર રાખો.

આગળની રીત

    આગળની રીત
  1. બ્રેડની સ્લાઇસની કીનારીઓ કાપીને બ્રેડ પર વેલણ ફેરવી તેને પાતળી વણી લો.
  2. હવે બ્રેડની મધ્યમાં ૧/૨ ટેબલસ્પૂન જેટલું પૂરણ મૂકી તેને સજ્જડ રીતે રોલ કરી લો.
  3. અંતમાં બ્રેડના છેડા પર થોડું પાણી ચોપડી દબાવીને પૂરણ બંધ કરી લો.
  4. રીત ક્રમાંક ૨ અને ૩ પ્રમાણે બીજા ૧૧ બ્રેડ રોલ તૈયાર કરી લો.
  5. એક ઊંડી કઢાઇમાં તેલ ગરમ કરી, તેમાં એક સમયે થોડા-થોડા બ્રેડ રોલ નાંખી, તે દરેક બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય તે રીતે તળી લો.
  6. તે પછી તેને ટીશ્યૂ પેપર પર કાઢી સૂકા કરીને ટમૅટા કેચપ સાથે તરત જ પીરસો.

Reviews