મીની ઓનિયન સમોસા | મીની સમોસા રેસિપી | સમોસા - Mini Onion Samosa

Mini Onion Samosa recipe In Gujarati

This recipe has been viewed 26732 times
5/5 stars  100% LIKED IT   
3 REVIEWS ALL GOOD

Mini Onion Samosa - Read in English 


મીની ઓનિયન સમોસા| મીની સમોસા રેસિપી| સમોસા | Mini Onion Samosa recipe in gujarati

આ સ્વાદિષ્ટ નાના સમોસામાં વિવિધ મસાલાઓ વડે તેયાર કરેલા મજેદાર સ્વાદ અને મોઢામાં પાણી છુટે એવા ખુશ્બુદાર કાંદાના પૂરણનો ઉપયોગ તેને લાજવાબ બનાવે છે, કારણકે કાંદાની ખુશ્બુ અને મસાલાની મધુર સુગંધનુ સંયોજન જ મોજ કરાવે એવું બને છે. લીલી ચટણી કે પછી ટમેટાકેચપ સાથે કૉકટેલ પાર્ટીમાં, મિત્રો સાથે કે પછી સગાઓ સાથે આ સમોસા પીરસી જુઓ અને પછી મળેલી વાહ-વાહની ગણત્રી કરતાં તમે થાકી જશો.

મીની ઓનિયન સમોસા | મીની સમોસા રેસિપી | સમોસા - Mini Onion Samosa recipe in Gujarati

તૈયારીનો સમય: ૧૦ મિનિટ   બનાવવાનો સમય: ૩૦ મિનિટ   રાંધવા સમય લેવામાં :    કુલ સમય :     ૨૦ મીની સમોસા માટે
મને બતાવો મીની સમોસા

ઘટકો

કણિક માટે
૧/૨ કપ મેંદાનો લોટ
૧ ટેબલસ્પૂન તેલ
મીઠું , સ્વાદાનુસાર

પૂરણ માટે
૧ કપ ઝીણા સમારેલા કાંદા
૨ ટીસ્પૂન તેલ
૧/૨ ટીસ્પૂન જીરૂ
મીઠું , સ્વાદાનુસાર
૧ ટીસ્પૂન મરચાં પાવડર
૧/૨ ટીસ્પૂન ગરમ મસાલો
૧/૨ ટીસ્પૂન આમચૂર
૧/૪ ટીસ્પૂન હળદર
૨ ટેબલસ્પૂન સમારેલી કોથમીર
૧ ટેબલસ્પૂન ચણાનો લોટ

બીજી જરૂરી વસ્તુ
તેલ , તળવા માટે

પીરસવા માટે
ટમેટાકેચપ
લીલી ચટણી
કાર્યવાહી
કણિક માટે

  કણિક માટે
 1. એક ઊંડા બાઉલમાં બધી વસ્તુઓ સાથે જરૂરી પાણી મેળવી કઠણ કણિક તૈયાર કરી બાજુ પર રાખો.

પૂરણ માટે

  પૂરણ માટે
 1. એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં જીરૂ મેળવો.
 2. જ્યારે દાણા તતડવા માંડે ત્યારે તેમાં કાંદા અને મીઠું મેળવી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી સાંતળી લો.
 3. તેને તાપ પરથી નીચે ઉતારી તેમાં મરચાં પાવડર, ગરમ મસાલો, આમચૂર પાવડર, હળદર, કોથમીર અને ચણાનો લોટ મેળવી સારી રીતે મિક્સ કરી લીધા પછી બાજુ પર રાખો.

આગળની રીત

  આગળની રીત
 1. તૈયાર કરેલી કણિકને ફરીથી ગુંદીને સુંવાળી લચકદાર બનાવી તેના ૨૦ સરખા ભાગ પાડો.
 2. દરેક ભાગને ૭૫ મી. મી. (૩”)ના લંબગોળ આકારમાં વણી લો.
 3. આ લંબગોળાકારની મધ્યમાંથી ચપ્પુ વડે કાપો મૂકી તેના બે સરખા ભાગ પાડો.
 4. હવે એક ભાગને હાથમાં લઇ તેને ગોળ કોનનો આકાર આપી તેનો નીચેનો ભાગ થોડા પાણીનો ઉપયોગ કરી બંધ કરી લો.
 5. આમ તૈયાર થયેલા કોનમાં ૧ ટીસ્પૂન જેટલું પૂરણ ભરી કીનારી પર પાણી ચોપડીને બંધ કરી લો.
 6. આ જ રીતે બાકીના ૧૯ મીની સમોસા તૈયાર કરો.
 7. એક ઊંડી નૉન-સ્ટીક કઢાઇમાં તેલ ગરમ કરી મધ્યમ તાપ પર બધા સમોસા દરેક બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો.
 8. તે પછી તેને સૂકા કરવા ટીશ્યુ પેપર પર કાઢી લો.
 9. તરત જ ટમેટાકેચપ અને લીલી ચટણી સાથે પીરસો.

Reviews