મીન્ટી પનીર ઓનીયન રોટી - Minty Paneer Onion Roti

Minty Paneer Onion Roti recipe In Gujarati

This recipe has been viewed 1350 times
5/5 stars  100% LIKED IT   
1 REVIEW ALL GOOD

Minty Paneer Onion Roti - Read in English 


પનીર એક બહુલક્ષી સામગ્રી છે જે તમે રોટી, સબ્જી અને મીઠાઇમાં પણ વાપરી શકો છો. પનીર આ રોટીમાં કણિક સાથે સરસ રીતે ભળી જાય છે અને ખુબજ નરમ, સ્વાદિષ્ટ અને પ્રોટીનથી ભરપુર રોટી બને છે, જે બધા ખુબજ માણે છે. કાંદા અને ફૂદીનો, આ આરોગ્યવર્ધક રોટીને ખુશ્બુ આપે છે.

Minty Paneer Onion Roti recipe - How to make Minty Paneer Onion Roti in gujarati

તૈયારીનો સમય: ૧૦ મિનિટ   બનાવવાનો સમય: ૧૦ મિનિટ   રાંધવા સમય લેવામાં :    કુલ સમય :     ૬રોટી માટે
મને બતાવો રોટી

ઘટકો
ઝીણો સમારેલો ફૂદીનો
૧/૪ કપ ખમણેલું પનીર
૧/૪ કપ ઝીણા સમારેલા કાંદા
૧ કપ ઘઉંનો લોટ
૧ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં
મીઠું , સ્વાદાનુસાર
ઘઉંનો લોટ , વણવા માટે
તેલ , શેકવા માટે
કાર્યવાહી
    Method
  1. એક ઊંડા બાઉલમાં બધી સામગ્રી ભેગી કરી, જરૂર પુરતું પાણી નાંખી, મસળીને નરમ કણિક તૈયાર કરો.
  2. કણિકના ૬ સરખા ભાગ પાડી, દરેક ભાગને ઘઉંના લોટની મદદથી ૧૫૦ મી. મી. (૬”) વ્યાસના ગોળાકારમાં વણી લો.
  3. એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી થોડા તેલની મદદથી દરેક રોટીને બન્ને બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય તે રીતે શેકી લો.
  4. ગરમ-ગરમ પીરસો.

Reviews