મીસી રોટી એક પ્રખ્યાત રાજસ્થાની વાનગી છે, જેમાં વિવિધ પ્રકારના લોટ સાથે અજમો, કોથમીર અને કાંદા મેળવવામાં આવ્યા છે જેથી રાંધ્યા પછી તે મજેદાર ખુશ્બુ પ્રસારે છે. અહીં ધ્યાન રાખવું કે બધી રોટી થોડી જાડી વણવી અને તેની પર ગોલ્ડન બ્રાઉન ધાબા દેખાય ત્યાં સુધી શેકવી.
મીસી રોટી - Misi Roti, Punjabi and Rajasthani Missi Roti recipe in Gujarati
Method- એક ઊંડા બાઉલમાં બધી સામગ્રી ભેગી કરી, તેમા જરૂરી પાણી મેળવી, બહુ કઠણ નહીં એવી કણિક તૈયાર કરીને ૧૦ મિનિટ માટે ઢાંકીને બાજુ પર રાખો.
- આ કણિકના ૧૫ સરખા ભાગ પાડી લો.
- દરેક ભાગને ૧૨૫ મી. મી. (૫”) ના ગોળાકારમાં થોડા સૂકા ઘઉંના લોટની મદદથી થોડી જાડી રોટી વણી લો.
- એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી તેના પર તૈયાર કરેલી રોટીને થોડા તેલની મદદથી રોટીની બન્ને બાજુઓ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો.
- રીત ક્રમાંક ૩ પ્રમાણે બાકીની ૧૪ રોટી પણ તૈયાર કરો.
- તરત જ પીરસો.