મિસી રોટી, રાજસ્થાનની મિસી રોટી - Missi Rotis, Rajasthani Missi Roti

Missi Rotis, Rajasthani Missi Roti recipe In Gujarati

This recipe has been viewed 2294 timesમિસી રોટીની અસાધારણ સોડમ, તેમાં વપરાતા ચણાના લોટને કારણે હોય છે, છતાં તેની કણિકમાં અલગ અલગ લોટનું મિશ્રણ અને સોયાના લોટનો ઉમેરો પણ તેની સ્વાદિષ્ટતામાં જરા પણ ઘટાડો નથી કરતી. કસૂરી મેથી અને બીજા મસાલાઓ તેને સ્વાદિષ્ટ અને ખુશ્બુદાર બનાવે છે. રોટી નરમ અને સ્વાદિષ્ટ બને તે માટે મે આ રોટીને જાડી બનાવી છે , પણ તમે ધારો તો તેને પાતળી વણી શકો છો. તમે તેને સવારના નાસ્તામાં અથવા તમારા કોઇપણ મનપસંદ શાક સાથે પીરસી શકો છો. મારી સલાહ પ્રમાણે તમે મિસી રોટીને ભરવાં આલૂ, સબ્ઝ કોરમા અથવા કઢાઇ ટોફૂ સાથે માણી શકો છો.

મિસી રોટી, રાજસ્થાનની મિસી રોટી - Missi Rotis, Rajasthani Missi Roti recipe in Gujarati

તૈયારીનો સમય: ૧૫ મિનિટ   બનાવવાનો સમય: ૫૦ મિનિટ   રાંધવા સમય લેવામાં :    કુલ સમય :     ૧૨જાડી રોટી માટે

ઘટકો
૧/૨ કપ ચણાનો લોટ
૧/૨ કપ ઘઉંનો લોટ
૧/૨ કપ મેંદો
૩ ટેબલસ્પૂન સોયાનો લોટ
૧ ટેબલસ્પૂન કસૂરી મેથી
૧/૨ ટીસ્પૂન મરચાં પાવડર
૧/૨ ટીસ્પૂન જીરૂ
૧/૪ ટીસ્પૂન હળદર
એક ચપટીભર હીંગ
મીઠું , સ્વાદાનુસાર
૧/૮ ટીસ્પૂન સોયા તેલ , મસળવા માટે
ઘઉંનો લોટ , વણવા માટે
૧ ટેબલસ્પૂન સોયા તેલ , રાંધવા માટે
કાર્યવાહી
    Method
  1. એક બાઉલમાં બધી સામગ્રી ભેગી કરી, જરૂરી પાણી મેળવી, મસળીને નરમ અને સુંવાળી કણિક તૈયાર કરો અને ૧૦ મિનિટ બાજુ પર રાખો.
  2. હવે કણિકને સોયા તેલની મદદથી ફરીથી મસળીને સુંવાળું બનાવી, કણિકના ૧૨ સરખા ભાગ પાડો.
  3. હવે એક ભાગને ૧૫૦ મી. મી. (૬”)વ્યાસના જાડા ગોળાકારમાં થોડા લોટની મદદથી વણી લો.
  4. એક નૉન-સ્ટીક તવા પર તૈયાર કરેલી રોટીને, મધ્યમ તાપ પર, ૧/૨ ટીસ્પૂન સોયા તેલની મદદથી, રોટીની બન્ને બાજુઓ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો.
  5. ઉપર પ્રમાણે બાકી રહેલા કણિકના ભાગ વડે બાકીની ૧૧ રોટી પણ તૈયાર કરી લો.
  6. ગરમ ગરમ પીરસો.

Reviews