મિક્સ ફ્રુટ ઓરેન્જ ઍન્ડ જિંજર પંચ ની રેસીપી - Mixed Fruits Orange and Ginger Punch

Mixed Fruits Orange and Ginger Punch recipe In Gujarati

This recipe has been viewed 468 timesપાર્ટી કે પછી કોઇ ઉજવણીમાં પીરસી શકાય એવું આ મિક્સ ફ્રુટ ઓરેન્જ ઍન્ડ જિંજર પંચનો એક ગ્લાસ પાર્ટીની અન્ય વાનગીઓ સાથે જ્યારે પીરસાય, ત્યારે તમને લાગશે કે તમારી પસંદગી લાજવાબ રહી છે.

સમારેલા ફળો આ પંચને આકર્ષક, સુગંધીદાર અને રંગીન દેખાવ આપે છે, જ્યારે સંતરાનો ક્રશ અને આદૂનો રસ તેના દેખાવ અને સ્વાદમાં વધારો કરે છે. ફુદીનાના પાન અને સંચળ આ પંચને દેશી રૂપ આપે છે અને તે ઉપરાંત તેમાં રહેલી સુગંધમાં વધારો કરે છે.

આ અન્ય નાસ્તાની વાનગી સાથે પીરસી શકાય એવું છે.

Mixed Fruits Orange and Ginger Punch recipe - How to make Mixed Fruits Orange and Ginger Punch in gujarati

તૈયારીનો સમય: ૧૦ મિનિટ   રાંધવા સમય લેવામાં :    કુલ સમય :     ૩ ગ્લાસ માટે
મને બતાવો ગ્લાસ

ઘટકો

મિક્સ ફ્રુટ ઓરેન્જ ઍન્ડ જિંજર પંચ ની રેસીપી બનાવવા માટે
૫ ટેબલસ્પૂન સંતરાનો ક્રશ
૧ કપ આદૂનો રસ
૧/૪ કપ સમારેલા નાસ્પતી
૧/૪ કપ સમારેલા સફરજન
૧/૪ કપ દાડમ
૧ ટેબલસ્પૂન સમારેલો ફુદીનો
૧/૨ ટીસ્પૂન મીઠું
૧/૨ ટીસ્પૂન સંચળ
૨ કપ ઠંડી સોડા
બરફના ટુકડા
કાર્યવાહી
    Method
  1. મિક્સ ફ્રુટ ઓરેન્જ ઍન્ડ જિંજર પંચ ની રેસીપી બનાવવા માટે, એક ઊંડા બાઉલમાં બધી વસ્તુઓ ભેગી કરી સારી રીતે મિક્સ કરી લો.
  2. હવે આ મિશ્રણને ૩ ગ્લાસમાં સરખા પ્રમાણમાં રેડીને તરત જ પીરસો.

Reviews