મિક્સ વેજીટેબલ્સ્ – ભોપાલી સ્ટાઇલ - Mixed Vegetables – Bhopali Style

Mixed Vegetables – Bhopali Style recipe In Gujarati

This recipe has been viewed 4294 times
5/5 stars  100% LIKED IT   
1 REVIEW ALL GOODઆ મલાઇદાર અને રંગીન ભોપાલી સ્ટાઇલ મિક્સ વેજીટેબલ્સ્ તમે દરરોજના જમણમાં કે પછી પાર્ટીમાં પીરસી શકાય એવી વાનગી છે. તેમાં તમે કોઇપણ શાકભાજીનો ઉપયોગ કરી શકો છો પણ અલગ-અલગ રંગના શાકભાજીનો ઉપયોગ કરવો. આ શાકભાજીઓને મસાલા પેસ્ટની, દૂધ અને ફ્રેશ ક્રીમમાં રાંધવામાં આવી છે, અને તેની ઉપર હલકા તળેલા કાજુના ટુકડા નાખવાનું ભુલતા નહી.

Mixed Vegetables – Bhopali Style recipe - How to make Mixed Vegetables – Bhopali Style in gujarati

તૈયારીનો સમય: ૧૫ મિનિટ   બનાવવાનો સમય: ૮ મિનિટ   રાંધવા સમય લેવામાં :    કુલ સમય :     ૪માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો

પીસીને સુંવાળી પેસ્ટ તૈયાર કરવા માટે
૧ કપ ઝીણી સમારેલી કોથમીર
૨ ટેબલસ્પૂન આખા ધાણા
લીલા મરચાં , સમારેલા
૧૨ લસણની કળી
૪ ટીસ્પૂન જીરું
એલચી
લવિંગ
૨૫ મિલીમીટર (૧”) નો આદુનો ટુકડો
૧/૨ કપ પાણી

બીજી જીરૂરી વસ્તુઓ
૩ કપ સમારીને બાફી લીધેલી શાકભાજી (ગાજર , ફણસી અને લીલા વટાણા)
૪ ટેબલસ્પૂન તેલ
૪ ટેબલસ્પૂન કાજુના ટુકડા
મીઠું , સ્વાદાનુસાર
૩/૪ કપ દૂધ
૪ ટેબલસ્પૂન ફ્રેશ ક્રીમ
ચપટીભર સાકર
કાર્યવાહી
    Method
  1. એક ઊંડી કઢાઇમાં તેલ ગરમ કરી તેમા કાજૂ ઉમેરીને મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ અથવા કાજુ થોડા બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળીને નીતારી લો.
  2. તે તેલમાં તૈયાર કરેલી પેસ્ટ મેળવી મધ્યમ તાપ પર તેને ૧ થી ૨ મિનિટ સાંતળી લો.
  3. તે પછી તેમા મિક્સ શાકભાજી, મીઠું, દૂધ, ફ્રેશ ક્રીમ, સાકર અને હલકા તળેલા કાજૂ મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૩ થી ૪ મિનિટ સુધી, થોડા-થોડા સમયે હલાવતા રહી, રાંધી લો.
  4. તરત જ પીરસો.

Reviews