મુળાના પરાઠા એક પરંપરાગત પંજાબી વાનગી છે. જ્યારે તમે આ પરાઠાને તવા પર શેકશો ત્યારે તેલ અને મુળાની સુવાસ આખા ઘરમાં પ્રસરી જશે. ખમણેલો મુળો, મુળાના પાન, ઘઉંનો લોટ અને સામાન્ય મસાલાઓથી બનેલ મુળાના પરાઠા ખૂબજ પૌષ્ટિક અને તૃપ્ત કરે તેવા બને છે. આ પરાઠા કૅલ્શિયમ અને વિટામિનોથી ભરપૂર છે અને ટિફિનમાં લઇ જવા માટે આદર્શ નાસ્તો છે.
મુળાના પરોઠા - Mooli Paratha, Punjabi Radish Paratha recipe in Gujarati
Method- એક બાઉલમાં બધી સામગ્રી ભેગી કરી, સારી રીતે મિક્સ કરી, જરૂર પડે તો થોડું પાણી ઉમેરી, મસળીને નરમ કણિક બનાવો.
- કણિકના ૧૫ સરખા ભાગ પાડી દરેક ભાગને ઘઉંના લોટની મદદથી ૧૨૫ મી. મી. (૫”) વ્યાસના પાતળા ગોળાકારમાં વણી લો.
- એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી દરેક પરાઠાને ૧/૪ ટીસ્પૂન તેલની મદદથી બન્ને બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય તે રીતે શેકી લો. બાજુ પર રાખી ઠંડું પડવા દો.
કેવી રીતે ટિફિનમાં પૅક કરશો- અલ્યૂમિનિયમ ફોઇલમાં લપેટી લૉ ફેટ દહીં સાથે ટિફિનમાં પૅક કરો.
વિવિધતા: મેથીના પરાઠા- તમે ઉપરની રીતમાં સફેદ મુળો અને મુળાના પાનની બદલે ૧ કપ સમારેલી મેથીના પાન વાપરી મેથીના પરાઠા બનાવી શકો છો.
Nutrient values
ઊર્જા
૬૫ કૅલરી
પ્રોટીન
૨.૨ ગ્રામ
કાર્બોહાઈડ્રેટ
૧૦.૭ ગ્રામ
ચરબી
૧.૫ ગ્રામ
કૅલ્શિયમ
૩૦.૨ મીલીગ્રામ
વિટામિન એ
૧૬૭.૨ માઇક્રોગ્રામ