મગની દાળ અને પનીરના પરોઠા - Moong Dal and Paneer Paratha ( Gluten Free Recipe)

Moong Dal and Paneer Paratha  (  Gluten Free Recipe) In Gujarati

This recipe has been viewed 2778 timesમગની દાળ અને પનીરને જ્યારે રાગી સાથે મેળવવામાં આવે છે ત્યારે તેની ગુણવત્તા વધે છે અને સવારના એક આદર્શ નાસ્તા માટે પરોઠા બને છે. રાંધેલી મગની દાળને કારણે પરાઠાનું પૂરણ છુટુ પડતું નથી.

Moong Dal and Paneer Paratha ( Gluten Free Recipe) recipe - How to make Moong Dal and Paneer Paratha ( Gluten Free Recipe) in gujarati

તૈયારીનો સમય: ૧૦ મિનિટ   બનાવવાનો સમય: ૧૫ મિનિટ   રાંધવા સમય લેવામાં :    કુલ સમય :     ૬ પરોઠા માટે
મને બતાવો પરોઠા

ઘટકો
૧/૨ કપ રાગીનો લોટ
૧/૨ કપ લીલી મગની દાળ , પલાળીને રાંધેલી
૧/૪ કપ ભૂક્કો કરેલું પનીર
૧ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં
૨ ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર
એક ચપટીભર હળદર
મીઠું , સ્વાદાનુસાર
રાગીનો લોટ , વણવા માટે
તેલ , શેકવા માટે
કાર્યવાહી
    Method
  1. એક ઊંડા બાઉલમાં બધી સામગ્રી ભેગી કરી, જરૂરી પાણી મેળવી, મસળીને બહુ નરમ નહીં અને બહુ કઠણ નહીં તેવી કણિક તૈયાર કરો.
  2. કણિકના ૬ સરખા ભાગ પાડી દરેક ભાગને રાગીના લોટની મદદથી ૧૦૦ મી. મી. (૪”) વ્યાસના ગોળાકારમાં વણી લો.
  3. એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી થોડા તેલની મદદથી દરેક પરાઠાને બન્ને બાજુઓ ગોલ્ડન બ્રાઉન થાય તે રીતે શેકી લો.
  4. તરત જ પીરસો.

Reviews