મગની દાળ અને પાલકની ઇડલી - Moong Dal and Spinach Idli

Moong Dal and Spinach Idli recipe In Gujarati

This recipe has been viewed 180 times

Moong Dal and Spinach Idli - Read in English 


દક્ષિણ ભારતીય વાનગી એટલે ઇડલી હવે દરેક રાજ્યમાં મળી રહે છે. અહીં એક અલગ પ્રકારની ઇડલી જેમાં મગની દાળ અને પાલક મેળવી ડાયાબીટીસ્ ધરાવનારને માફક થઇ શકે એવી ઇડલી રજૂ કરી છે.

Moong Dal and Spinach Idli recipe - How to make Moong Dal and Spinach Idli in gujarati

તૈયારીનો સમય: ૧૦ મિનિટ   બનાવવાનો સમય: ૧૨ મિનિટ   રાંધવા સમય લેવામાં :    કુલ સમય :     ૧૨ઇડલી માટે

ઘટકો
૧/૨ કપ પીળી મગની દાળ , ૩ કલાક સુધી પલાળી રાખ્યા બાદ નીતારી લીધેલી
૩/૪ કપ અર્ધબાફેલી પાલક , સમારેલી
લીલા મરચાં , સમારેલા
૧ ટેબલસ્પૂન તાજું લો ફૅટ દહીં
મીઠું , સ્વાદાનુસાર
૧/૨ ટીસ્પૂન ખાવાની સોડા
૧/૪ ટીસ્પૂન તેલ , ચોપડવા માટે

પીરસવા માટે
સાંભર
નાળિયેરની પૌષ્ટિક ચટણી
કાર્યવાહી
    Method
  1. પીળી મગની દાળ, પાલક અને લીલા મરચાં મિક્સરની જારમાં મેળવી પાણીનો ઉપયોગ કર્યા વગર સુંવાળી પેસ્ટ તૈયાર કરો.
  2. આ પેસ્ટને એક બાઉલમાં કાઢી લીધા પછી તેમાં દહીં અને મીઠું મેળવી સારી રીતે મીક્સ કરી લો.
  3. ઇડલી બાફવાની તૈયારી પહેલા ખીરામાં ખાવાની સોડા તથા ૨ ટીસ્પૂન પાણી મેળવી લો.
  4. જ્યારે ખીરા પર પરપોટા દેખાવા માંડે ત્યારે તેને હળવા હાથે મિક્સ કરી લો.
  5. હવે ઇડલીના દરેક મોલ્ડમાં તેલ ચોપડી તેમાં ખીરૂ રેડી સ્ટીમરમાં (steamer) ૧૦ થી ૧૨ મિનિટ સુધી અથવા ઇડલી બરોબર બફાઇ જાય ત્યાં સુધી બાફી લો.
  6. જ્યારે ઇડલી સહેજ ઠંડી પડે ત્યારે તેને મોલ્ડમાંથી કાઢી સાંભર અને ચટણી સાથે તરત જ પીરસો.

Reviews