આ મગફળી બટાટાના શાકમાં મગફળી અને બટાટા એક બીજા સાથે સારી રીતે ભળીને એક સ્વાદિષ્ટ વાનગી તૈયાર કરે છે. અહીં પારંપારીક તલ અને જીરાનો વઘાર કરવામાં આવ્યો છે જેનો ભાજીમાં ઉમેરો કરતાં જ તેની ખુશ્બુ તમારા આખા ઘરમાં પ્રસરી જશે.
બીજી બાજું લીંબુનો રસ, ભલે થોડી માત્રામાં ઉમેરવામાં આવ્યો છે, પણ તે આ વાનગી માટે આવશ્યક બને છે કારણકે તે આ ભાજીને જરૂર પૂરતી ખટ્ટાશ આપે છે.
આ શાક જ્યારે રોટી , દાળ અને ભાત સાથે પીરસવામાં આવે છે ત્યારે તે એક સંતુષ્ટ જમણનો અહેસાસ આપે છે.
Moongfali ( Groundnut) Potato Vegetable recipe - How to make Moongfali ( Groundnut) Potato Vegetable in gujarati
Method- એક બાઉલમાં હુંફાળા ગરમ પાણીમાં મગફળી મેળવી, તેને પલાળવા માટે ૩ થી ૪ કલાક બાજુ પર રાખો.
- તે પછી તેને નીતારી લીધા પછી જરૂરી પાણી સાથે પ્રેશર કુકરની ૩ સીટી સુધી બાફી લો.
- પ્રેશર કુકરનું ઢાંકણ ખોલતા પહેલા તેની વરાળ નીકળી જવા દો.
- ફરી તેને નીતારી લીધા પછી બાજુ પર રાખો.
- એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં ૧ ટેબલસ્પૂન તેલ ગરમ કરી તેમાં બટાટા મેળવી, મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લીધા પછી તેને પૅનમાંથી કાઢી બાજુ પર રાખો.
- એ જ પૅનમાં બાકી રહેલું ૧ ટેબલસ્પૂન તેલ નાંખી, તેમાં તલ અને જીરૂ મેળવો.
- જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં મગફળી, લીલા મરચાં, હીંગ, લીંબુનો રસ, બટાટા, સાકર, મીઠું, હળદર અને કોથમીર મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- ગરમ ગરમ પીરસો.