મલ્ટીગ્રેન રોટી - Multigrain Roti, Healthy Multigrain Chapati

Multigrain Roti, Healthy Multigrain Chapati recipe In Gujarati

This recipe has been viewed 2155 timesદરેક ઘરના રસોડામાં જોવા મળતી સામગ્રી વડે બનતી આ મજેદાર કૅલરીયુક્ત રોટીમાં પાંચ પૌષ્ટિક લોટનું સંયોજન છે, જે લોહ, પ્રોટિન, ફાઈબર અને વિટામીન બી3 ધરાવે છે. નાસ્તામાં કે જમણમાં આ રોટી, દહી સાથે તમારું જમણ સંતુષ્ટ અને પૌષ્ટિક બનાવે છે.

Multigrain Roti, Healthy Multigrain Chapati recipe - How to make Multigrain Roti, Healthy Multigrain Chapati in gujarati

તૈયારીનો સમય: ૧૦ મિનિટ   બનાવવાનો સમય: ૧૫ મિનિટ   રાંધવા સમય લેવામાં :    કુલ સમય :     ૬રોટી માટે
મને બતાવો રોટી

ઘટકો
૧/૪ કપ જુવારનો લોટ
૧/૪ કપ બાજરીનો લોટ
૧/૪ કપ ઘઉંનો લોટ
૨ ટેબલસ્પૂન ચણાનો લોટ
૧/૪ કપ રાગી (નાચની) નો લોટ
૧/૪ કપ ઝીણા સમારેલા કાંદા
૩ ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર
૧/૪ કપ ઝીણાં સમારેલા ટમેટા
૧ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં
૧ ટીસ્પૂન મરચાં પાવડર
૧/૪ ટીસ્પૂન હળદર
મીઠું , સ્વાદાનુસાર
તેલ , ચોપડવા અને રાંધવા માટે

પીરસવા માટે
તાજું દહીં
કાર્યવાહી
  Method
 1. એક ઊંડા બાઉલમાં બધી વસ્તુઓ ભેગી કરી, જરૂરી પાણી સાથે સુંવાળી કણિક તૈયાર કરો.
 2. આ કણિકના ૬ સરખા ભાગ પાડી બાજુ પર રાખો.
 3. હવે એક પ્લાસ્ટિકનું શીટ લઈ તેની પર હળવેથી ૧/૨ ટીસ્પૂન જેટલું તેલ ચોપડી લો.
 4. હવે કણિકના એક ભાગને તેલ ચોપડેલી પ્લાસ્ટિક શીટ પર મૂકી, તેને સપાટ દબાવી તેની પર બીજી પ્લાસ્ટિક શીટ મૂકો.
 5. તે પછી પ્લાસ્ટિકને હળવેથી દબાવી ૧૦૦ મી. મી. (૪")ના ગોળાકારમાં રોટી વણી લો.
 6. તે પછી રોટીની ઉપરની પ્લાસ્ટિક શીટ કાઢી, રોટીને ગરમ તવા પર મૂકી બીજું પ્લાસ્ટિક પણ કાઢી લો.
 7. આમ આ રોટીને થોડા તેલ વડે તે બન્ને બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો.
 8. આ જ રીતે બાકીની કણિક વડે બીજી ૫ રોટી તૈયાર કરી લો.
 9. તાજા દહીં સાથે તરત જ પીરસો.
Nutrient values એક રોટી માટે

ઊર્જા
૧૨૩ કૅલરી
પ્રોટીન
૨.૬ ગ્રામ
કાર્બોહાઈડ્રેટ
૧૫.૬ ગ્રામ
ફાઈબર
૨.૨ ગ્રામ
ચરબી
૫.૬ ગ્રામ
વિટામીન-બી3
૦.૬ મીલીગ્રામ
ફોલીક ઍસિડ
૧૧.૫ માઈક્રોગ્રામ
કૅલ્શિયમ
૩૫.૪ મીલીગ્રામ
લોહ
૧.૨ મીલીગ્રામ

Reviews