ભાખરી એક એવી વાનગી છે જે સામાન્ય રીતે મહારાષ્ટ્ર અને ગુજરાત ઉપરાંત રાજસ્થાનમાં પણ દરેક જણ બનાવતા જ હોય છે. આમ તેને સામાન્ય ઘરની વાનગી તરીકે ગણી શકાય કારણકે તેમાં દેશી સ્વાદનો અને બનાવટનો અહેસાસ મળે છે.
નાચનીના લોટ વડે તમે એક કે પછી બે ભાખરી કોઇ પણ શાક સાથે, ઠેચા સાથે કે અથાણાં સાથે ખાશો ત્યારે તમને એવો સંતોષ મળશે કે જે તમને તમારા બીજા જમણ સુધી તૃપ્ત રાખશે. અહીં ખાસ યાદ રાખવાનું છે કે આ નાચનીની ભાખરી તાજી અને ગરમ જ પીરસવી કારણકે તે જો ઠંડી પડશે તો કઠણ થઇ જશે.
Nachni Bhakri recipe - How to make Nachni Bhakri in gujarati
Method- નાચનીની ભાખરી ની રેસીપી બનાવવા માટે, એક બાઉલમાં નાચનીનો લોટ, મીઠું અને જરૂરી ગરમ પાણી મેળવી બહુ નરમ નહીં અને બહુ કઠણ નહીં એવી કણિક તૈયાર કરો.
- આ કણિકના ૪ સરખા ભાગ પાડી લો.
- હવે એક પ્લાસ્ટીકની શીટ પર થોડો નાચનીનો લોટ પાથરી તેની પર કણિકનો એક ભાગ મૂકી હાથ વડે થાપીને ૧૫૦ મી. મી. (૬")ના વ્યાસની ગોળ ભાખરી તૈયાર કરો.
- આ ભાખરીને પ્લાસ્ટીક શીટ પરથી કાઢીને ગરમ કરેલા નૉન-સ્ટીક તવા પર મૂકી તેની પર થોડું પાણી લગાડી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી શેકી લો.
- તે પછી ભાખરીને ઉલટાવીને વધુ ૧ મિનિટ સુધી અથવા ભાખરી હલકા બ્રાઉન રંગની બની તેની પર બ્રાઉન ધાબા દેખાતા થાય ત્યાં સુધી શેકી લો.
- તે પછી ભાખરીને તવા પરથી કાઢી સીધા તાપ પર થોડી સેકંડ સુધી તે ફૂલી જાય ત્યાં સુધી શેકી લો.
- રીત ક્રમાંક ૩ થી ૬ મુજબ વધુ ૩ ભાખરી તૈયાર કરો.
- તરજ જ પીરસો.