નૉન આલ્કોહોલીક ટ્રોપીકલ પાઇનેપલ ઍન્ડ ઑરેન્જ ડ્રીન્ક વીથ કોકોનટ ની રેસીપી - Non- Alcoholic Tropical Pineapple and Orange Drink with Coconut

Non- Alcoholic Tropical Pineapple and Orange Drink with Coconut recipe In Gujarati

This recipe has been viewed 440 timesપાર્ટીમાં એક એવું મજેદાર અને માદક પદાર્થોથી ન બનેલું એવું પીણું પીરસવાની ઇચ્છા પૂરી પાડે અને તે ઉપરાંત બધાને સંતોષ અને તૃપ્ત કરે એવું છે આ પીણું.

નૉન આલ્કોહોલીક ટ્રોપીકલ પાઇનેપલ ઍન્ડ ઑરેન્જ ડ્રીન્ક વીથ કોકોનટ એવું મજેદાર બને છે કે તે બધાને જરૂરથી ગમશે. જો કે અહીં એક જોખમ પણ છે, કે આ આશ્ચર્યજનક પીણું લોકોને એવું ગમશે કે તેઓ વારંવાર તેની માંગણી કરતા રહેશે.

અનેનાસ અને સંતરાનો સંતુલિત સંયોજન આ પીણાંને રસદાર બનાવે છે, અને સાથે નાળિયેરના દૂધનો સ્વાદ તેની તીવ્રતાને અંકુશમાં રાખે છે.

વ્હીપ્ડ ક્રીમ અને નાળિયેરના દૂધનો પાવડર ગ્લાસમાં પહેલા રેડી તેની પર સ્વાદિષ્ટ જ્યુસ રેડીને ધીરે-ધીરે મિક્સ કરતાં તૈયાર થતું આ પીણું અદભૂત દેખાવ અને મજેદાર સ્વાદ આપશે.

નૉન આલ્કોહોલીક ટ્રોપીકલ પાઇનેપલ ઍન્ડ ઑરેન્જ ડ્રીન્ક વીથ કોકોનટ ની રેસીપી - Non- Alcoholic Tropical Pineapple and Orange Drink with Coconut recipe in Gujarati

તૈયારીનો સમય: ૧૫ મિનિટ   રાંધવા સમય લેવામાં :    કુલ સમય :     ૩ ગ્લાસ માટે
મને બતાવો ગ્લાસ

ઘટકો

નૉન આલ્કોહોલીક ટ્રોપીકલ પાઇનેપલ ઍન્ડ ઑરેન્જ ડ્રીન્ક વીથ કોકોનટ ની રેસીપી બનાવવા માટે
૧ કપ ઠંડો અનેનાસનો રસ
૨ કપ ઠંડો સંતરાનો રસ
બરફના ટુકડા
૧/૨ કપ બીટન વ્હીપ્ડ ક્રીમ
૧/૪ કપ નાળિયેરના દૂધનો પાવડર
કાર્યવાહી
    Method
  1. નૉન આલ્કોહોલીક ટ્રોપીકલ પાઇનેપલ ઍન્ડ ઑરેન્જ ડ્રીન્ક વીથ કોકોનટ ની રેસીપી બનાવવા માટે, એક ઊંડા બાઉલમાં વ્હીપ્ડ ક્રીમ અને નાળિયેરના દૂધનો પાવડર મેળવી સારી રીતે મિક્સ કરી એક પાઇપીંગ બેગ (piping bag) જેની બીજી બાજુએ એક સ્ટાર નોઝલ (star nozzle) હોય તેમાં ભરી લો.
  2. હવે બીજા એક ઊંડા બાઉલમાં અનેનાસનો રસ, સંતરાનો રસ અને બરફના ટુકડા મેળવી સારી રીતે મિક્સ કરી લો.
  3. હવે ૩ ગ્લાસમાં સરખા પ્રમાણે તૈયાર કરેલું પીણું રેડી તેને પાઇપીંગ બેગમાં ભરેલા વ્હીપ્ડ ક્રીમ-નાળિયેરના દૂધના પાવડરના મિશ્રણથી સજાવી લો.
  4. નૉન આલ્કોહોલીક ટ્રોપીકલ પાઇનેપલ ઍન્ડ ઑરેન્જ ડ્રીન્ક વીથ કોકોનટ તરત જ પીરસો.

Reviews