You are here: Home > વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > ગુજરાતી વ્યંજન > ગુજરાતી ફરસાણ રેસીપી > નાયલોન ખમણ ઢોકળા ની રેસીપી નાયલોન ખમણ ઢોકળા ની રેસીપી - Nylon Khaman Dhokla ( Gujarati Recipe) તરલા દલાલ Post A comment 11 Jul 2020 This recipe has been viewed 9047 times Nylon Khaman Dhokla ( Gujarati Recipe) - Read in English Nylon Khaman Dhokla Video આ નાયલોન ખમણ ઢોકળા એટલા સુંવાળા, પોચા અને લવચીક છે કે તેને નાયલોન ઢોકળાનું નામ આપવું યોગ્ય જ ગણાય. જો તમે અહીં જણાવેલી રીત પ્રમાણે આ ઢોકળા બનાવશો, તો તેની રીત એવી સરળ છે કે તમે એક કે બે વખત બનાવશો તો તમને તેની રીત બરોબર આવડી જશે. તેના ખીરામાં ઉમેરાતી બે વસ્તુઓ એટલે કે ખાવાની સોડા અને વઘારના પાણીના માપનું પ્રમાણ આ મસ્ત પોચા અને સુંવાળા ઢોકળા માટે ખાસ મહત્વની છે. વઘાર તો ત્યારે જ કરવાનું જ્યારે તમે ઢોકળા પીરસવા તૈયાર હો અને જુઓ તમને ૧૦૦% સફળતા જરૂરથી મળશે.આ નાયલોન ખમણ ઢોકળા તમે સવારે નાસ્તા માટે તેમજ સાંજે ચા નાસ્તા માટે ખાય શકો છો. નાયલોન ખમણ ઢોકળા ની રેસીપી - Nylon Khaman Dhokla ( Gujarati Recipe) in Gujarati Tags ગુજરાતી ફરસાણ રેસીપીજૈન નાસ્તાસાંજની ચહા સાથેના નાસ્તાસ્ટીમભારતીય પાર્ટીના વ્યંજનઝટ-પટ સ્નૅક્સ્ રેસીપી , ઝટ-પટ સ્ટાર્ટસ્ રેસીપી તૈયારીનો સમય: ૫ મિનિટ   બનાવવાનો સમય: ૧૫ મિનિટ   રાંધવા સમય લેવામાં : 0 મિનિટ    કુલ સમય : ૨૦ મિનિટ    ૪ માત્રા માટે મને બતાવો માત્રા ઘટકો નાયલોન ખમણ ઢોકળા ની રેસીપી બનાવવા માટે૧ ૧/૨ કપ ચણાનો લોટ૧ ૧/૨ ટેબલસ્પૂન રવો૪ ટીસ્પૂન સાકર૧ ટીસ્પૂન આદૂ-લીલા મરચાંની પેસ્ટ૧ ટીસ્પૂન લીંબુનો રસ મીઠું , સ્વાદાનુસાર૧ ટીસ્પૂન ખાવાની સોડા૩ ટીસ્પૂન તેલ૧ ટીસ્પૂન રાઇ૧ ટીસ્પૂન તલ એક ચપટીભર હીંગ૨ to ૩ કડીપત્તા૧ ટીસ્પૂન સમારેલા લીલા મરચાંસજાવવા માટે૨ ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીરપીરસવા માટે લીલી ચટણી કાર્યવાહી Methodનાયલોન ખમણ ઢોકળા ની રેસીપી બનાવવા માટે, એક ઊંડા બાઉલમાં લગભગ ૩/૪ કપ પાણી લઇ તેમાં ચણાનો લોટ, રવો, સાકર, આદૂ-લીલા મરચાંની પેસ્ટ, લીંબુનો રસ અને મીઠું મેળવી રવઇ વડે ખીરૂં સુંવાળું બને તે રીતે મિક્સ કરી લો.હવે જ્યારે ખીરાને બાફવા માટે મૂકવા માંડો, ત્યારે તેમાં ખાવાની સોડા ઉમેરીને હલ્કે હાથે મિક્સ કરી લો.આ ખીરાને તેલ ચોપડેલી ૧૭૫ મી. મી. (૭”)ના વ્યાસની ગોળાકાર થાળીમાં રેડી સરખા પ્રમાણમાં પાથરવા થાળીને હળવેથી ફેરવી લો.તે પછી થાળીને બાફવાના વાસણમાં મૂકી ૧૦ થી ૧૨ મિનિટ સુધી અથવા ઢોકળા બરોબર બફાઇ જાય ત્યાં સુધી બાફી લીધા પછી તેને બાજુ પર રાખો.હવે એક નાના નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં રાઇ મેળવો.જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં તલ, હીંગ, કડીપત્તા અને લીલા મરચાં ઉમેરી મધ્યમ તાપ પર ૩૦ સેકંડ સુધી સાંતળી લો.તે પછી તેને તાપ પરથી નીચે ઉતારી તેમાં ૧/૨ કપ પાણી ઉમેરી સારી રીતે મિક્સ કરી લો.હવે આ તૈયાર થયેલા વઘારને ઢોકળા પર સરખી રીતે પથરાઇ જાય તેમ રેડી લો.ઢોકળાના ટુકડા પાડી કોથમીર વડે સજાવીને લીલી ચટણી સાથે તરત જ પીરસો.