ઓટસ્ લોલીપોપ ની રેસીપી - Oats Lollipop ( Finger Foods For Kids )

Oats Lollipop ( Finger Foods For Kids ) recipe In Gujarati

This recipe has been viewed 428 timesતમારા બાળકોને આ ઓટસ્ લોલીપોપ ખાતા તમે તેને અટકાવશો નહીં. ઓટસ્, ગોળ, સૂકો મેવો અને તલ વગેરે મેળવી બહુ સારી રીતે મિક્સ કરીને બનતી આ લોલીપોપ કરકરી અને મજેદાર તૈયાર થાય છે.

તેને તમે આગળથી તૈયાર કરીને હવાબંધ બરણીમાં ભરીને રાખી શકો છો.

Oats Lollipop ( Finger Foods For Kids ) recipe - How to make Oats Lollipop ( Finger Foods For Kids ) in gujarati

તૈયારીનો સમય: ૨ મિનિટ   બનાવવાનો સમય: ૧૦ મિનિટ   રાંધવા સમય લેવામાં :    કુલ સમય :     ૧૦ લોલીપોપ માટે

ઘટકો

ઓટસ્ લોલીપોપ ની રેસીપી બનાવવા માટે
૧/૪ કપ હલકા શેકેલા ક્વીક કુકિંગ રોલ્ડ ઓટસ્
૧ ૧/૪ ટીસ્પૂન ઘી
૧/૨ કપ સમારેલું ગોળ
૧/૪ કપ હલકા શેકીને ઝીણા સમારેલા સૂકા મેવા (પીસ્તા , બદામ અને અખરોટ)
૧ ટેબલસ્પૂન હલકા શેકેલા તલ
કાર્યવાહી
ઓટસ્ લોલીપોપ ની રેસીપી બનાવવા માટે

    ઓટસ્ લોલીપોપ ની રેસીપી બનાવવા માટે
  1. એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં ૧ ટીસ્પૂન ઘી ગરમ કરી તેમાં ગોળ મેળવી ધીમા તાપ પર ગોળ બરોબર ઓગળી જાય ત્યાં સુધી સતત હલાવતા રહી રાંધી લો.
  2. તે પછી તેને તાપ પરથી નીચે ઉતારી તેમાં બાકી રહેલી સામગ્રી ઉમેરી સારી રીતે મિક્સ કરી લીધા પછી તેને ઠંડું થવા ૨ મિનિટ સુધી બાજુ પર રાખો.
  3. હવે બાકી રહેલું ૧/૪ ટીસ્પૂન ઘી તમારા હાથમાં ચોપડી લો.
  4. તૈયાર થયેલા મિશ્રણના ૧૦ સરખા ભાગ પાડી, દરેક ભાગને તમારા હાથ વડે બોલ જેવા ગોળાકાર બનાવી લીધા પછી તેની મધ્યમાં નાની લાકડી અથવા જાડી ટુથપીક જોડી લો.
  5. જ્યારે ઓટસ્ લોલીપોપ સંપૂર્ણ ઠંડા પડી જાય ત્યારે તેને હવાબંધ બરણીમાં ભરી લો.

Reviews