ઓટસ્ અને મગની દાળના દહીં વડા ની રેસીપી - Oats and Moong Dal Dahi Vada

Oats and Moong Dal Dahi Vada recipe In Gujarati

This recipe has been viewed 2124 times

Oats and Moong Dal Dahi Vada - Read in English 


આપણા ભારતીય નાસ્તાની વાનગીઓ સ્વાદ અને સુગંધમાં એવી હોય છે કે તેને બનાવવાની તમને એક વખત જ્યારે હથોટી બેસી જાય તે પછી જો તમે તેને બીજી વખત બનાવો ત્યારે જરૂર અતિશય ખવાઇ જાય એવી સ્વાદિષ્ટ બને છે.

ભલે પછી પાછળથી પસ્તાવો થાય કે વધુ ખવાઇ ગયું, પણ જ્યારે તેને સમજીને હોશિયારપૂર્વક ઘરે બનાવશો ત્યારે એવું ઓછું બને. પણ જો તમે હોશિયારપૂર્વક તળ્યા વગર ઘરમાં બનાવી શકો તો મનમાં પસ્તાવો કર્યા વગર આ વડા આનંદથી ખાઇ શકશો.

ઓટસ્ માં રહેલા ફાઇબર અને દહીંમાં રહેલા કેલ્શિયમ આ વાનગીને લૉ ફેટ પૌષ્ટિક્તા આપે છે. આમ દરેકની મનગમતી આ વાનગીમાં અમે કેલરીથી ભરેલી મીઠી ચટણીનો પણ ઉપયોગ નથી કર્યો.

ઓટસ્ અને મગની દાળના દહીં વડા ની રેસીપી - Oats and Moong Dal Dahi Vada recipe in Gujarati

આથો આવવાનો સમય:  ૩ થી ૪ ક્લાક   તૈયારીનો સમય: ૫ મિનિટ   પલાળવાનો સમય:  રાત્રભર   બનાવવાનો સમય: ૨૧ મિનિટ   રાંધવા સમય લેવામાં :    કુલ સમય :     ૫ માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો

ઓટસ્ અને મગની દાળના વડા માટે (૧૫ વડા માટે)
૨ ટેબલસ્પૂન શેકીને પાવડર કરેલા ઓટસ્
૧/૨ કપ અડદની દાળ
મીઠું , સ્વાદાનુસાર
૧/૪ કપ લીલા મગની દાળ
૧/૪ ટીસ્પૂન બેકીંગ પાવડર
૧/૨ ટીસ્પૂન તેલ, ચોપડવા માટે

મિક્સ કરીને મીઠાવાળી દહીં બનાવવા માટે
૧ ૧/૪ કપ લો ફૅટ દહીં
મીઠું, સ્વાદાનુસાર

બીજી જરૂરી વસ્તુઓ
૨ ૧/૨ ટીસ્પૂન જીરા પાવડર
૨ ૧/૨ ટીસ્પૂન મરચાં પાવડર
કાર્યવાહી
ઓટસ્ અને મગની દાળના વડા માટે

  ઓટસ્ અને મગની દાળના વડા માટે
 1. મગની દાળને અને અડદની દાળને ધોઈને જરૂરી પાણીમાં રાત્રભર પલાળી રાખો.
 2. બીજા દીવસે તેને નીતારીને ૧/૪ કપ પાણી સાથે મિક્સરમાં ફેરવી સુંવાળી ટેસ્ટ તૈયાર કરી લો.
 3. આ મિશ્રણને એક ઊંડા બાઉલમાં કાઢી, બાઉલને ઢાંકીને ૩ થી ૪ ક્લાક આથો આવવા માટે બાજુ પર રાખો.
 4. તે પછી તેમાં પાવડર કરેલા ઓટસ્, મીઠું અને બેકીંગ સોડા ઉમેરી સારી રીતે મિક્સ કરી લો.
 5. હવે અપ્પે તૈયાર કરવાના મોલ્ડમાં તેલ ચોપડી લો. તે પછી મોલ્ડના દરેક ભાગમાં ૧૧/૨ ટેબલસ્પૂન ખીરૂ રેડી લો.
 6. મોલ્ડને ઢાંકીને મધ્યમ તાપ પર ૩ થી ૪ મિનિટ અથવા વડા ગોલ્ડન બ્રાઉન થાય પણ સુધી રાંધી લો.
 7. હવે મોલ્ડમાં રહેલા દરેક વડાને ફોર્ક (fork) વડે ઉથલાવી તેની બીજી બાજુને પણ મધ્યમ તાપ પર વધુ ૨ થી ૩ મિનિટ સુધી અથવા વડા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી રાંધી લો.
 8. રીત ક્રમાંક ૬ થી ૮ મુજબ બાકીના ખીરા વડે ૨ ઘાણ બનાવી બીજા વડા તૈયાર કરી લો.
 9. આમ તૈયાર થયેલા વડાને જરૂરી પાણીમાં ૨૦ મિનિટ સુધી પલાળી રાખ્યા બાદ દરેક વડાને હાથ વડે દબાવીને તેમાંથી પાણી કાઢી લીધા બાદ તેને બાજુ પર રાખો.
 10. આગળની રીત
 11. હવે એક પીરસવાની ડીશમાં ૩ વડા ગોઠવીને તેને પર ૧/૪ કપ જેટલી મીઠાવાળી દહીં પાથરી લો.
 12. તે પછી તેની પર ૧/૨ ટીસ્પૂન જીરા પાવડર અને ૧/૨ ટીસ્પૂન મરચાં પાવડર છાંટી લો.
 13. આ જ પ્રમાણે બાકી રહેલા વડાની વધુ ૪ ડીશ તૈયાર કરી લો.
 14. તરત જ પીરસો.

Reviews