ઓટસ્ અને લીલા કાંદાના પરોઠા - Oats and Spring Onion Paratha ( Rotis and Subzis)

Oats and Spring Onion Paratha ( Rotis and Subzis) recipe In Gujarati

This recipe has been viewed 1952 timesઆ પરોઠા ઓટસ્ અને ઘઉંના લોટના સંયોજન વડે બનાવવામાં આવ્યા છે જેથી તમે ફાઇબરયુક્ત ઓટસ્ નો સ્વાદ માણવાની શરૂઆત કરી શકો. મેં આ પરોઠામાં લીલા કાંદાના પૂરણનો ઉપયોગ કર્યો છે એટલે ઓટસ્ નો કાચો સ્વાદ તેમાં ભળી જાય છે. આ પરોઠા ગરમા ગરમ જ સારા લાગશે.

Oats and Spring Onion Paratha ( Rotis and Subzis) recipe - How to make Oats and Spring Onion Paratha ( Rotis and Subzis) in gujarati

તૈયારીનો સમય: ૧૦ મિનિટ   બનાવવાનો સમય: ૧૫ મિનિટ   રાંધવા સમય લેવામાં :    કુલ સમય :     ૪પરોઠા માટે
મને બતાવો પરોઠા

ઘટકો
૩/૪ કપ અર્ધ-કચરા પીસેલા ક્વીક કુકિંગ રોલ્ડ ઓટસ્
૧ ૧/૨ કપ ઘઉંનો લોટ
૪ ટેબલસ્પૂન દહીં
મીઠું , સ્વાદાનુસાર

લીલા કાંદાના પૂરણ માટે
૧ કપ ઝીણા સમારેલા લીલા કાંદાનો સફેદ ભાગ
૧ કપ ઝીણા સમારેલા લીલા કાંદાનો લીલો ભાગ
૧ ટીસ્પૂન તેલ
૧ ટીસ્પૂન જીરૂ
૨ ટીસ્પૂન ઝીણું સમારેલું લસણ
૨ ટીસ્પૂન લીલા મરચાંની પેસ્ટ
મીઠું , સ્વાદાનુસાર

બીજી જરૂરી વસ્તુઓ
ઘઉંનો લોટ , વણવા માટે
તેલ , રાંધવા માટે
કાર્યવાહી
કણિક માટે

  કણિક માટે
 1. એક ઊંડા બાઉલમાં બધી વસ્તુઓ ભેગી કરી તેમાં જરૂરી પાણી મેળવી, સુંવાળી કણિક તૈયાર કરી બાજુ પર રાખો.

લીલા કાંદાના પૂરણ માટે

  લીલા કાંદાના પૂરણ માટે
 1. એક નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં જીરૂ મેળવો.
 2. જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં લસણ અને લીલા મરચાંની પેસ્ટ મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો.
 3. તે પછી તેમાં લીલા કાંદાનો સફેદ ભાગ મેળવી મધ્યમ તાપ ૧ થી ૨ મિનિટ સુધી સાંતળી લો.
 4. તે પછી તેમાં લીલા કાંદાનો લીલો ભાગ અને મીઠું મેળવી, સારી રીતે મિક્સ કરી, મધ્યમ તાપ પર વધુ ૧ મિનિટ સુધી સાંતળી લો.
 5. આમ તૈયાર થયેલા પૂરણના ૪ સરખા ભાગ પાડી બાજુ પર રાખો.

આગળની રીત

  આગળની રીત
 1. કણિકના ૮ સરખા ભાગ પાડી લો.
 2. દરેક ભાગને ૧૨૫ મી. મી. (૫”)ના ગોળાકારમાં સૂકા ઘઉંના લોટની મદદથી વણી લો.
 3. આમ વણેલી રોટીને સપાટ સૂકી જગ્યા પર મૂકી તેની પર પૂરણનો એક ભાગ પાથરી લો.
 4. તેની પર વણેલી બીજી એક રોટી મૂકી તેની બાજુઓ સખત રીતે બંધ કરી લો.
 5. આમ તૈયાર થયેલા પરોઠાને એક ગરમ નૉન-સ્ટીક તવા પર થોડા તેલની મદદથી તેની બન્ને બાજુઓ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો.
 6. રીત ક્રમાંક ૨ થી ૫ પ્રમાણે બાકીના ૩ પરોઠા પણ તૈયાર કરી લો.
 7. ગરમ ગરમ પીરસો.

Reviews