વન મીલ સૂપ - One Meal Soup, Low Salt Recipe

One Meal Soup, Low Salt Recipe In Gujarati

This recipe has been viewed 1354 times

One Meal Soup, Low Salt Recipe - Read in English 


એક અતિ પોષણદાઇ સૂપ જે હ્રદય માટે ખૂબ જ ઉપયોગી ગણી શકાય એવું છે. આ વન મીલ સૂપમાં મેળવેલા શાકના ઉત્તમ ગુણ અને તે ઉપરાંત તેમાં મેળવેલી મગની દાળ તમને સારી માત્રામાં ફાઇબર અને પ્રોટીન પૂરા પાડે છે. આ ઉપરાંત તેમાં રહેલા વિટામીન-સી નું પ્રમાણ તમારા શરીરના મૂળમાં ઉત્પન્ન થતા ફ્રી રેડીકલ્સ (free radicals) વડે નુકશાન થતી રક્તનલિકાને રક્ષણ આપે છે. જો તમે અહીં જણાવેલી માત્રાના પ્રમાણમાં મીઠાનો ઉપયોગ કરશો, તો જેમને લોહીના ઉચ્ચ દબાણની તકલીફ રહે છે તેમના માટે પણ આ વાનગી ઉત્તમ ગણી શકાય એવી છે. અન્ય લોકો તેમાં જરૂર પૂરતું વધારાનું મીઠું મેળવી શકે છે.

One Meal Soup, Low Salt Recipe recipe - How to make One Meal Soup, Low Salt Recipe in gujarati

તૈયારીનો સમય: ૧૫ મિનિટ   પલાળવાનો સમય:  ૨૦ મિનિટ   બનાવવાનો સમય: ૨૦ મિનિટ   રાંધવા સમય લેવામાં :    કુલ સમય :     ૬માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો
૧/૪ કપ પીળી મગની દાળ
૧ ટીસ્પૂન તેલ
૧ કપ મોટા સમારેલા કાંદા
૧/૨ કપ મોટા સમારેલા ગાજર
૧/૨ કપ ફૂલકોબીના ફૂલ
૧/૪ ટીસ્પૂન મીઠું
૧/૨ ટીસ્પૂન મરચાં પાવડર
તાજું પીસેલું કાળા મરીનું પાવડર , સ્વાદાનુસાર
૨ ટેબલસ્પૂન ઝીણી સમારેલી સુવાની ભાજી
૧ ટેબલસ્પૂન લીંબુનો રસ
કાર્યવાહી
    Method
  1. પીળી મગની દાળને સાફ કરી, ધોઇને જરૂરી ગરમ પાણીમાં ૨ કલાક પલાળી રાખ્યા બાદ નીતારીને બાજુ પર રાખો.
  2. એક પ્રેશર કુકરમાં તેલ ગરમ કરી, તેમાં કાંદા મેળવી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી સાંતળી લો.
  3. તે પછી તેમાં પીળી મગની દાળ, ગાજર અને ફૂલકોબી મેળવી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી સાંતળી લો.
  4. તે પછી તેમાં મીઠું અને ૩ કપ પાણી ઉમેરી સારી રીતે મિક્સ કરી પ્રેશર કુકરની ૪ સીટી સુધી રાંધી લો.
  5. પ્રેશર કુકરનું ઢાંકણ ખોલતા પહેલા તેની વરાળને નીકળી જવા દો.
  6. છેલ્લે તેમાં મરચાં પાવડર અને મરી મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી રાંધી લો.
  7. હવે તેને તાપ પરથી નીચે ઉતારી, તેમાં સુવાની ભાજી તથા લીંબુનો રસ મેળવી સારી રીતે મિક્સ કરી લો.
  8. ગરમ ગરમ પીરસો.

Reviews