સહેજ તીખી અને ખુશબુદાર આ કાંદાની રોટી બધાને ભાવે એવી છે. જીરૂ, આદુ, કોથમીર અને લીલા મરચાંને ઘંઉના લોટમાં મેળવીને બનતી આ રોટી કોઇ પણ શાક અથવા દહીં સાથે કે પછી ફક્ત અથાણાં સાથે પીરસી શકાય એવી મજેદાર છે.
Onion Roti recipe - How to make Onion Roti in gujarati
Method- એક ઊંડા બાઉલમાં બધી વસ્તુઓ ભેગી કરી, સારી રીતે મિક્સ કરીને તેમાં જરૂરી પાણી મેળવી સુંવાળી કણિક તૈયાર કરો.
- આ કણિકના ૬ સરખા ભાગ કરી, દરેક ભાગને ઘઉંના લોટની મદદથી ૧૨૫ મી. મી. (૫”) ના ગોળાકારમાં વણી લો.
- એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી તેની પર દરેક રોટી, થોડા તેલની મદદથી બન્ને બાજુએ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો.
- તરત જ પીરસો.