You are here: Home > કોર્સ મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > મેન કોર્સ > શાક રેસિપિ, કરી > લૉ કૅલરી શાક > કાંદા અને કારેલાનો શાક ની રેસીપી કાંદા અને કારેલાનો શાક ની રેસીપી - Onion and Karela Sabzi તરલા દલાલ Post A comment 08 Dec 2019 This recipe has been viewed 1841 times Onion and Karela Sabzi - Read in English Onion and Karela Sabzi Video મજેદાર સુગંધ ધરાવતી આ સબ્જીમાં તીવ્રતા ધરાવતા કાંદા તમને પ્રફુલિત તો કરશે, તે ઉપરાંત તેમાં મેળવેલા શેકેલા તલ અને આમચૂર પાવડરની સુવાસ પણ એટલી જ આનંદદાઇ પૂરવાર થશે. આમ આ વસ્તુઓ વડે કારેલાની કડવાશને તમે ભૂલી જશો અને એક સૌમ્ય અને મોજ કરાવે એવી કાંદા અને કારેલાની સબ્જીનો સ્વાદ માણી શકશો. આ શાક જ્યારે રોટી , દાળ અને ભાત સાથે પીરસવામાં આવે છે ત્યારે તે એક સંતુષ્ટ જમણનો અહેસાસ આપે છે. બીજા શાકના વ્યંજન પણ અજમાવો. કાંદા અને કારેલાનો શાક ની રેસીપી - Onion and Karela Sabzi recipe in Gujarati Tags સ્ટર-ફ્રાયલૉ કૅલરી શાકસ્ટર-ફ્રાયનૉન-સ્ટીક પૅનફાઇબર યુક્ત રેસીપીફાઇબર યુક્ત લંચ રેસીપીફાઇબર યુક્ત ડિનર તૈયારીનો સમય: ૧૦ મિનિટ   બનાવવાનો સમય: ૧૯ મિનિટ   કુલ સમય : ૨૯ મિનિટ    ૪ માત્રા માટે મને બતાવો માત્રા ઘટકો કાંદા અને કારેલાનો શાક ની રેસીપી બનાવવા માટે૨ કપ સ્લાઇસ કરેલા કાંદા૨ કપ પાતળી સ્લાઇસ કરીને બી કાઢી લીધેલા કારેલા મીઠું, સ્વાદાનુસાર૨ ટીસ્પૂન તેલ૧/૨ ટીસ્પૂન હળદર૨ ટીસ્પૂન મરચાં પાવડર૧ ટેબલસ્પૂન સાકર૧ ટીસ્પૂન આમચૂર૧ ટેબલસ્પૂન શેકેલા તલ કાર્યવાહી કાંદા અને કારેલાનો શાક ની રેસીપી બનાવવા માટેકાંદા અને કારેલાનો શાક ની રેસીપી બનાવવા માટેએક ઊંડા બાઉલમાં કારેલા અને થોડું મીઠું મેળવી સારી રીતે મિક્સ કરીને ૨૦ મિનિટ માટે બાજુ પર રાખો.તે પછી કારેલાને દબાવી નીચોવીને તેમાંથી બધુ પાણી કાઢી રસોડાના ટુવાલ પર સંપૂર્ણ સૂકા થવા મૂકો.હવે એક ઊંડી નૉન-સ્ટીક કઢાઇમાં તેલ ગરમ કરી તેમાં કાંદા ઉમેરી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી સાંતળી લો.તે પછી તેમાં કારેલા મેળવી સારી રીતે મિક્સ કરી કઢાઇને ઢાંકી મધ્યમ તાપ પર ૧૫ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.છેલ્લે તેમાં હળદર, મરચાં પાવડર, સાકર, આમચૂર, તલ, મીઠું અને ૧ ટેબલસ્પૂન પાણી મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.કાંદા અને કારેલાનો શાક તરત જ પીરસો.