ઓરિએન્ટલ સ્ટાઇલ સ્ટર-ફ્રાઇડ વેજીટેબલ પરોઠા - Oriental Style Stir-fried Vegetable Parathas

Oriental Style Stir-fried Vegetable Parathas recipe In Gujarati

This recipe has been viewed 2077 timesએક અનોખા પ્રકારના પરોઠા જેમાં ચાઇનીઝ પદ્ધતિનું સ્ટર-ફ્રાઇડ વેજીટેબલનું પૂરણ ભરવામાં આવ્યું છે. આ ઓરિએન્ટલ સ્ટાઇલ સ્ટર-ફ્રાઇડ વેજીટેબલ પરોઠાનું પૂરણ બનાવતી વખતે ખાસ ધ્યાન રાખવું કે શાકભાજી વધારે ન રંધાઇ જાય અને તેનું કરકરુંપણું અને સ્વાદ જળવાઇ રહે.

ઓરિએન્ટલ સ્ટાઇલ સ્ટર-ફ્રાઇડ વેજીટેબલ પરોઠા - Oriental Style Stir-fried Vegetable Parathas recipe in Gujarati

તૈયારીનો સમય: ૧૫ મિનિટ   બનાવવાનો સમય: ૩૦ મિનિટ   રાંધવા સમય લેવામાં :    કુલ સમય :     ૧૫પરોઠા માટે
મને બતાવો પરોઠા

ઘટકો

કણિક માટે
૨ ૧/૪ કપ મેંદો
૧ ટેબલસ્પૂન તેલ
મીઠું , સ્વાદાનુસાર

પૂરણ માટે
૨ ટેબલસ્પૂન તેલ
૩/૪ કપ પાતળી સ્લાઇસ કરેલા કાંદા
૧ ૩/૪ કપ કપ પાતળી લાંબી કાપેલી કોબી
૧ કપ બીન સ્પ્રાઉટસ્
૧ કપ જાડા ખમણેલા ગાજર
૧ ટીસ્પૂન સોયા સૉસ
૧/૨ ટીસ્પૂન સાકર
મીઠું , સ્વાદાનુસાર

બીજી જરૂરી વસ્તુઓ
મેંદો , વણવા માટે
તેલ , રાંધવા માટે

પીરસવા માટે
ચીલી-ગાર્લિક સૉસ
કાર્યવાહી
કણિક માટે

  કણિક માટે
 1. એક બાઉલમાં બધી વસ્તુઓ ભેગી કરી, તેને સારી રીતે મિક્સ કરી, થોડા પાણી વડે બહુ કઠણ નહીં અને બહું નરમ નહીં એવી કણિક તૈયાર કરો.
 2. આ કણિકને ઢાંકીને ૧૦ થી ૧૫ મિનિટ માટે બાજુ પર રાખો.

પૂરણ માટે

  પૂરણ માટે
 1. એક ખુલ્લા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી, તેમાં કાંદા ઉમેરી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી સાંતળી લો.
 2. તે પછી તેમાં બધા શાક ઉમેરી મધ્યમ તાપ પર વધુ ૨ મિનિટ સુધી સાંતળી લો.
 3. તે પછી તેમાં સોયા સૉસ, સાકર અને મીઠું મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
 4. આમ તૈયાર થયેલા પૂરણના ૧૨ સરખા ભાગ પાડી બાજુ પર રાખો.

આગળની રીત

  આગળની રીત
 1. કણિકના ૧૨ સરખા ભાગ પાડી બાજુ પર રાખો.
 2. કણિકના એક ભાગને ૧૫૦ મી. મી. (૬”)ના ગોળાકારમાં મેંદાના લોટની મદદથી વણી લો.
 3. પૂરણનો એક ભાગ તેની મધ્યમાં મૂકી તેની દરેક બાજુઓ વાળીને મધ્યમમાં ભેગી કરી સજ્જડ રીતે બંધ કરી લો.
 4. ફરી તેને ૧૨૫ મી. મી. (૫”)ના ગોળાકારમાં મેંદાના લોટની મદદથી વણી લો.
 5. એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી થોડા તેલની મદદથી પરોઠાની બન્ને બાજુઓ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સૂધી તેને શેકી લો.
 6. રીત ક્રમાંક ૨ થી ૫ પ્રમાણે બીજા ૧૧ પરોઠા તૈયાર કરી લો.
 7. ચીલી-ગાર્લિક સૉસ સાથે તરત જ પીરસો.

Reviews