પાલક ચણાની દાળ - Palak Chana Dal

Palak Chana Dal recipe In Gujarati

This recipe has been viewed 1127 times

Palak Chana Dal - Read in English 


આ એક મહારાષ્ટ્રીય વાનગી છે, જેમાં થોડા ફેરફારથી તેને વધુ પૌષ્ટિક બનાવવામાં આવી છે. પાલક આ વાનગીમાં વિટામીન-એ નો ઉમેરો કરે છે, જ્યારે ચણાની દાળ કૅલ્શિયમ, ફોલિક ઍસિડ અને ફાઈબર જેવા પોષકતત્વોનો ઉમેરો કરે છે.

અહીં ચણાની દાળને રાંધતી વખતે ધ્યાન રાખવું કે તે, વધારે ન રંધાઈ જાય, કારણ કે અહીં દાળ છુટ્ટી રહેવી જોઈએ ના કે મસળેલી. આ દાળને ગરમા ગરમ ફુલકા સાથે પીરસીને મજા માણો.

Palak Chana Dal recipe - How to make Palak Chana Dal in gujarati

તૈયારીનો સમય: ૧૦ મિનિટ   બનાવવાનો સમય: ૨૫ મિનિટ   રાંધવા સમય લેવામાં :    કુલ સમય :     ૨ માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો
૩/૪ કપ સમારેલી પાલક
૧/૨ કપ ચણાની દાળ , પલાળીને નીતારેલી
મીઠું , સ્વાદાનુસાર
૧/૪ ટીસ્પૂન હળદર
૧ ટીસ્પૂન રાઈ
૬ to ૭ કડીપત્તાં
૧/૪ ટીસ્પૂન હીંગ
લીલો મરચો , ચીરો પાડેલો
૧/૨ કપ ઝીણા સમારેલા કાંદા
૧ ટીસ્પૂન ખમણેલો ગોળ
૧/૪ ટીસ્પૂન મરચાં પાવડર
કાર્યવાહી
    Method
  1. એક પ્રેશર કુકરમાં ચણાની દાળ, મીઠું, હળદર અને ૩/૪ કપ પાણી મેળવી સારી રીતે મિક્સ કરી પ્રેશર કુકરની ૨ સીટી સુધી રાંધી લો.
  2. કુકરનું ઢાંકણ ખોલતા પહેલાં તેની વરાળને નીકળી જવા દો. તે પછી તેને બાજુ પર રાખો.
  3. એક ઊંડા નૉન-સ્ટીક પૅનમને મધ્યમ તાપ પર ગરમ કરી તેમાં રાઈ, કડીપત્તાં અને હીંગ મેળવી ૩૦ સેકંડ સુધી સૂકા સાંતળી લો અથવા રાઈ તતડવા માંડે ત્યાં સુધી સાંતળી લો.
  4. તાપ ઓછું કરી તેમાં લીલા મરચાં અને કાંદા મેળવી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી અથવા કાંદા હલકા બ્રાઉન રંગના થાય ત્યાંસુધી સાંતળી લો. જો કાંદા દાજવા માંડે તો તેના પર થોડું પાણી છાંટવું.
  5. તે પછી તેમાં પાલક ઉમેરી વધુ ૧ થી ૨ મિનિટ સુધી સતત હલાવતાં રહી સાંતળી લો.
  6. તે પછી તેમાં રાંધેલી દાળ, ગોળ, મરચાં પાવડર અને થોડું મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી લો.
  7. પછી તેમાં ૧/૨ કપ પાણી ઉમેરી સારી રીતે મિક્સ કરી ધીમા તાપ પર ૫ થી ૭ મિનિટ સુધી રાંધી લો.
  8. ગરમ ગરમ પીરસો.
Nutrient values 

ઊર્જા
૧૪૪ કૅલરી
પ્રોટીન
૭.૮ ગ્રામ
કાર્બોહાઈડ્રેટ
૨૨.૩ ગ્રામ
ચરબી
૨.૨ ગ્રામ
વિટામીન-એ
૧૧૫૮.૩ માઈક્રોગ્રામ
કૅલ્શિયમ
૨૩.૫ મીલીગ્રામ
ફોલીક ઍસિડ
૪૫.૯ મીલીગ્રામ
ફાઈબર
૩.૫ ગ્રામ

Reviews