પાલક, કેલ અને સફરજનનું જ્યુસ - Palak, Kale and Apple Juice

Palak, Kale and Apple Juice recipe In Gujarati

This recipe has been viewed 2509 times

Palak, Kale and Apple Juice - Read in English 


કેલ એવી ચીજ છે જે નિષ્ણાતો દ્વારા જણાવ્યા મુજબ સૌથી વધુ પોષક તત્વો ધરાવે છે. અને ખાસ જ્યારે તમે તેને નાના પાદંડાવાળા પસંદ કરો ત્યારે સ્વાદિષ્ટ પણ લાગે છે. મોઢામાં પાણી છુટે, એવા સ્વાદવાળું પાલક, કેલ અને સફરજનનું જ્યુસ અમે અહીં ખૂબ જ સંતુલિત સ્વાદ અને સરસ મજાની રચનાવાળુ રજૂ કર્યું છે, જે લોહ, વિટામીન-સી અને ફાઇબરથી સમૃધ્ધ છે અને વધારે વજન ધરાવનારા માટે પૌષ્ટિક પણ છે. અહીં જ્યુસને ગાળવામાં નથી આવ્યું તેથી તેના બધા ફાઇબર તેમાં જળવાઇ રહે છે અને તેથી આ જ્યુસ તમને તૃપ્ત કરાવે એવું તૈયાર થાય છે. સફરજન તથા મધની મીઠાસ હોવાથી આ જ્યુસમાં ખાંડની જરૂરત જ નથી પડતી.

પાલક, કેલ અને સફરજનનું જ્યુસ - Palak, Kale and Apple Juice recipe in Gujarati

તૈયારીનો સમય: ૧૫ મિનિટ   રાંધવા સમય લેવામાં :    કુલ સમય :     ૪ગ્લાસ માટે
મને બતાવો ગ્લાસ

ઘટકો
૨ કપ સમારેલી પાલક , ધોઇને નીતારેલી
૧ કપ કેલ , ટુકડા કરીને ધોઇને નીતારેલી
૧ કપ દૂધીના ટુકડા
૧/૪ કપ સમારેલા આમળા
૧ કપ લીલા સફરજનના ટુકડા (છોલ્યા વગરના)
૧ ટેબલસ્પૂન મધ
કાર્યવાહી
    Method
  1. મિક્સરની જારમાં બધી વસ્તુઓ ભેગી કરી તેમાં ૨ કપ ઠંડું પાણી મેળવી પીસીને સુંવાળું જ્યુસ તૈયાર કરો.
  2. આમ તૈયાર થયેલા જ્યુસને ૪ ગ્લાસમાં સરખા પ્રમાણમાં રેડી લો.
  3. તે પછી તેને લગભગ ૧ કલાક ફ્રીજમાં રાખી ઠંડું પીરસો.

Reviews