પાલક પનીર ની રેસીપી - Palak Paneer, How To Make Homemade Palak Paneer Recipe

Palak Paneer, How To Make Homemade Palak Paneer Recipe In Gujarati

This recipe has been viewed 3415 timesઘણા લોકોને પનીરની બનાવટની પંજાબી વાનગીઓ અતિ પ્રિય હોય છે. પંજાબમાં દૂધ પુષ્કળ પ્રમાણમાં મળતું હોવાથી દૂધની પેદાશો અને ખાસતો પનીરનો ઉપયોગ ત્યાં વધુ પડતો થાય છે.

પાલક અને પનીરનું મિશ્રણ એટલે ફક્ત ભવ્યતા નહીં, પણ પૌષ્ટિક્તા પણ વધુ ગણાય. તે ઉપરાંત તેનું મિશ્રણ સ્વાદ, સુગંધ અને બંધારણ રીતે પણ ઉત્તમ છે. આ વાનગીમાં પનીરને ફ્રાય કરવામાં આવ્યું છે, જેથી તેમાં વધુ સુગંધ મળે છે. જો તમને સાદું પનીર જોઇએ તો તમે તે રીતે પણ તેનો ઉપયોગ કરી શકો છો.

રોટી અથવા પરોઠા સાથે મજા માણો આ પાલક પનીરની સબ્જી.

પાલક પનીર ની રેસીપી - Palak Paneer, How To Make Homemade Palak Paneer Recipe in Gujarati

તૈયારીનો સમય: ૨૦ મિનિટ   બનાવવાનો સમય: ૧૦ મિનિટ   રાંધવા સમય લેવામાં :    કુલ સમય :     ૪ માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો

પાલક પનીર ની રેસીપી બનાવવા માટે
૧૦ કપ સમારેલી પાલક (જુઓ નીચે હાથવગી સલાહ)
૧ ૧/૨ કપ પનીર, ૧૨ મી.મી. (૧/૨”)ના ટુકડા
૨ ટેબલસ્પૂન તેલ
૩/૪ કપ ઝીણા સમારેલા કાંદા
લસણની કળી , ખમણેલી
૨૫ મિલીમીટર (૧”)નો આદુનોટુકડો , ખમણેલું
લીલા મરચાં , ઝીણા સમારેલા
૧/૨ ટીસ્પૂન હળદર
૩/૪ કપ તાજા ટમેટાનું પલ્પ
મીઠું, સ્વાદાનુસાર
૧ ટીસ્પૂન પંજાબી ગરમ મસાલો
૨ ટેબલસ્પૂન તાજું ક્રીમ
કાર્યવાહી
  Method
 1. પાલક પનીર ની રેસીપી બનાવવા માટે, પાલકને ઉકળતા પાણીમાં ૨ થી ૩ મિનિટ સુધી અર્ધ-ઉકાળી લો.
 2. તે પછી તેને ઠંડા પાણીમાં નાંખીને તાજી કરી લીધા પછી ઠંડી થવા થોડો સમય બાજુ પર રાખો.
 3. હવે આ પાલકને મિક્સરમાં ફેરવી સુંવાળી પ્યુરી બનાવી બાજુ પર રાખો.
 4. એક કઢાઇમાં તેલ ગરમ કરી તેમાં કાંદા મેળવી મધ્યમ તાપ પર કાંદા અર્ધપારદર્શક થાય ત્યાં સુધી સાંતળી લો.
 5. તે પછી તેમાં લસણ, આદૂ, લીલા મરચાં અને હળદર મેળવી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી સાંતળી લો.
 6. તે પછી તેમાં ટમેટાનું પલ્પ ઉમેરી મિશ્રણમાંથી તેલ છુટું પડે ત્યાં સુધી સતત હલાવતા રહી સાંતળી લો.
 7. તે પછી તેમાં પાલકની પ્યુરી અને ૨ ટેબલસ્પૂન પાણી મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી રાંધી લો.
 8. તે પછી તેમાં મીઠું, પંજાબી ગરમ મસાલો અને તાજું ક્રીમ મેળવી સારી રીતે મિક્સ કરી લો.
 9. છેલ્લે તેમાં પનીર મેળવી હળવે હાથે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી રાંધી લો.
 10. પાલક પનીર તરત જ પીરસો.

હાથવગી સલાહ:

  હાથવગી સલાહ:
 1. પાલકની ૪ ઝૂડી (જૂડી)ને સાફ કરીને સમારવાથી લગભગ ૧૦ કપ સમારેલી પાલક તૈયાર થશે.
વિગતવાર ફોટો સાથે પાલક પનીર ની રેસીપી

પાલક પનીર કેમ બનાવશો

 1. પાલક પનીર બનાવવા માટે, આપણને લગભગ ૪ ઝૂડી પાલકની જોઇશે.
 2. તે પછી પાલકના પાનની નીચેનો ભાગ એટલે કઠણ દાંડી કાપી લેવી.
 3. હવે પાલકના પાનને ચારણી કે ગરણીમાં મૂકી સારી રીતે પાણી વડે ધોઇને તેની પર લાગેલો મેલ કાઢી લેવો.
 4. હવે પાલકના પાનને સાફ કરી સૂકી જગ્યા પર મૂકીને તેને સમારી લો. સમારેલી પાલક લગભગ ૧૦ કપ જેટલી તૈયાર થશે.
 5. હવે એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં પાણી ગરમ કરો.
 6. જ્યારે પાણી ઉકળવા માંડે, ત્યારે તેમાં પાલક ઉમેરી લો.
 7. આમ પાલકને લગભગ ૨ થી ૩ મિનિટ સુધી ઉકાળી લો. જો તમે તેને વધુ સમય ઉકાળશો, તો પાલકનો રંગ ફીક્કો પડશે અને પાલક પનીરની ગ્રેવી કાળી બનશે.
 8. હવે પાલકને ગરણી વડે ગાળી લો.
 9. હવે આ ગરણીને ઠંડા પાણીના નળ નીચે મૂકી પાલકને ઠંડી અને તાજી કરી લો. આમ કરવાથી પાલક વધારે રંધાશે નહીં. યાદ રાખજો કે આ પાલક પનીરની રેસીપીમાં એક મહત્વની વાત છે, કારણ કે આપણને વધુ રંધાઇ ગયેલી પાલક નથી જોઇતી.
 10. હવે જ્યારે પાલક ઠંડી થઇ જાય, ત્યારે તેને મિક્સરની જારમાં મૂકો
 11. મિક્સરમાં ફેરવીને તેની સુંવાળી પ્યુરી તૈયાર કરી બાજુ પર રાખો. પ્યુરીનું બંધારણ આવું હોવું જોઇએ.
 12. હવે એક કઢાઇ અથવા ઊંડા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરો.
 13. તે પછી તેમાં કાંદા ઉમેરી મધ્યમ તાપ પર કાંદા અર્ધપારદર્શક થાય ત્યાં સુધી સાંતળી લો.
 14. તે પછી તેમાં લસણ ઉમેરો.
 15. તેની સાથે આદૂ પણ ઉમેરી લો. જો તમે જૈન હો, તો આ પાલક પનીરની વાનગીમાં કાંદા, લસણ અને આદૂનો ઉપયોગ ટાળી શકો છો.
 16. હવે તેમાં લીલા મરચાં ઉમેરો. મરચાં ઝીણા સમારેલા હોવા જોઇએ અથવા જો તમારી પાસે લીલા મરચાંની પેસ્ટ તૈયાર હોય, તો તેનો પણ ઉપયોગ તમે કરી શકો છો. બજારમાં લીલા મરચાંની પેસ્ટ તૈયાર મળે છે અથવા તમે તેને ઘરે પણ તૈયાર કરી શકો છો.
 17. અંતમાં તેમાં હળદર મેળવી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી સાંતળી લો.
 18. હવે તેમાં ટમેટાની પલ્પ મેળવી, સતત હલાવતા રહી, સાંતળી લો જ્યાં સુધી મિશ્રણમાંથી તેલ છુટું પડે. પલ્પ તથા કાંદા બરોબર રંધાઇને તેમાં રહેલું ભેજનું બાષ્પીભવન થઇ જશે, ત્યારે મિશ્રણ પર તેલનું પડ નજરે પડશે. તાજા ટમેટાનું પલ્પ તૈયાર કરવાની પધ્ધતિ અહીં રજૂ કરી છે.
 19. હવે તેમાં પાલકની પ્યુરી અને ૨ ટેબલસ્પૂન પાણી મેળવી, સારી રીતે મિક્સ કરીને મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી રાંધી લો.
 20. તે પછી તેમાં મીઠું મેળવો.
 21. તે ઉપરાંત ગરમ મસાલો પણ મેળવી લો, જેથી પાલક પનીરને સરસ મજાનો સ્વાદ મળે. અમે ગરમ મસાલો શરૂઆતમાં નથી ઉમેર્યો કારણ કે આમ કરવાથી શાકમાં થોડી કડવાશ આવી જાય છે.
 22. અંતમાં પાલક પનીરમાં તાજું ક્રીમ મેળવી સારી રીતે મિક્સ કરી લો. ક્રીમને વધુ સમય રાંધવાનું નથી, નહીં તો તે વિભાજિત થઇ જશે.
 23. હવે તેમાં પનીર મેળવી, હળવા હાથે મિક્સ કરીને મધ્યમ તાપ પર વધુ ૧ થી ૨ મિનિટ સુધી રાંધી લો.
 24. ગાર્લીક નાન સાથે આ પાલક પનીર ગરમ-ગરમ પીરસો.

Reviews