પાલક પનીર રોટી - Palak Paneer Roti

Palak Paneer Roti recipe In Gujarati

This recipe has been viewed 2298 times

Palak Paneer Roti - Read in English 


પાલક અને પનીરના સંયોજનની સબ્જી તો તમે બધાએ બનાવી હશે, પણ અંહી એ જ સંયોજન વડે એક મજેદાર રોટી બનાવી છે. આ રોટીમાં ચોખાનો લોટ અને રાગીના લોટનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે આ પાલક પનીર રોટીને અદભૂત બનાવી પૌષ્ટિક અને સ્વાદીષ્ટ પણ બનાવે છે.

પાલક પનીર રોટી - Palak Paneer Roti recipe in Gujarati

તૈયારીનો સમય: ૧૫ મિનિટ   બનાવવાનો સમય: ૧૫ મિનિટ   રાંધવા સમય લેવામાં :    કુલ સમય :     ૬રોટી માટે
મને બતાવો રોટી

ઘટકો
૧/૨ કપ ઝીણી સમારેલી પાલક
૫ ટેબલસ્પૂન ભૂકો કરેલું પનીર
૫ ટેબલસ્પૂન ચોખાનો લોટ
૫ ટેબલસ્પૂન રાગીનો લોટ
૧/૨ ટીસ્પૂન મરચાં પાવડર
૧/૪ ટીસ્પૂન હળદર
એક ચપટીભર હીંગ
મીઠું , સ્વાદાનુસાર
ચોખાનો લોટ , વણવા માટે
તેલ , રાંધવા માટે

પીરસવા માટે
તાજું દહીં
અથાણું
કાર્યવાહી
    Method
  1. એક ઊંડા બાઉલમાં બધી વસ્તુઓ ભેગી કરી તેમાં જરૂરી હુંફાળુ ગરમ પાણી મેળવી સુંવાળી કણિક તૈયાર કરો.
  2. આ કણિકના ૬ સરખા ભાગ પાડી દરેક ભાગને ૧૦૦ મી. મી. (૪”) ના ગોળાકારમાં થોડા ચોખાના લોટની મદદથી વણી લો.
  3. એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી તેની પર થોડા તેલની મદદથી રોટીને બન્ને બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો.
  4. તાજા દહીં અને અથાણાં સાથે તરત જ પીરસો.

Reviews