આ વાનગીમાં પાંચ દાળનું સંયોજન કરવામાં આવ્યું છે. તેને સ્વાદિષ્ટ બનાવવા માટે તેમાં ખાસ મસાલાવાળું પાણી અને બીજા આખા મસાલાનો ઉમેરો કરવામાં આવ્યો છે. અહીં આ મસાલા તો દાળને સ્વાદિષ્ટ બનાવે જ છે પણ સાથે-સાથે વિવિધ દાળનું સંયોજન પણ તેને પોતાનું અનોખું સ્વાદ આપે છે. પાણીમાં મસાલાને મિક્સ કરીને સાંતળવાથી આ દાળ એક મજેદાર અને ઉગ્ર ખુશ્બુ આપે છે. તે ઉપરાંત આ પંચમેળ દાળમાં આમચૂર પાવડર અને આમલીના પલ્પનો ઉમેરો તેને એક અદભૂત વાનગી બનાવે છે.
પંચમેળ દાળ - Panchmel Dal recipe in Gujarati
Method- એક પ્રેશર કુકરમાં બધી દાળ, ૪ કપ પાણી અને મીઠું મેળવી, સારી રીતે મિક્સ કરી કુકરની ૩ સીટી સુધી બાફી લો.
- કુકરનું ઢાંકણ ખોલતા પહેલા તેની વરાળ નીકળી જવા દો. તે પછી તેને બાજુ પર રાખો.
- એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં ઘી ગરમ કરી તેમાં તમાલપત્ર, લવિંગ, જીરૂ, હીંગ અને લીલા મરચાં મેળવી લો.
- જ્યારે જીરાના દાણા તતડવા માંડે, ત્યારે તેમાં તૈયાર કરેલું મસાલા મેળવેલું પાણી ઉમેરી મધ્યમ તાપ પર થોડી સેંકડ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં બાફેલી દાળ, આમચૂર પાવડર, આમલીનું પાણી અને થોડું મીઠું મેળવી મધ્યમ તાપ પર ૪ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- નાન અથવા પરોઠા સાથે તરત જ પીરસો.