પનીર પસંદા - Paneer Pasanda Sabzi, Restaurant Style Paneer Pasanda

Paneer Pasanda Sabzi, Restaurant Style Paneer Pasanda recipe In Gujarati

This recipe has been viewed 2203 timesઆ ભારતીય પનીરની વાનગીમાં ખાસ મહત્વનો ભાગ છે તેમાં વપરાયેલી બે પ્રકારની કાંદાની પેસ્ટ. પહેલી પેસ્ટમાં રાંધેલા કાંદાની સાથે કાજૂ છે જે પનીર પસંદાને મલાઇદાર બનાવે છે, જ્યારે બીજી પેસ્ટમાં બ્રાઉન કાંદા તેને શાહી, તીવ્ર સ્વાદવાળું અને સુગંધી બનાવે છે. આ વાનગી પાર્ટીમાં પીરસી શકાય એવી છે. તે ઉપરાંત આ પનીર પસંદા દરેક પ્રકારની રોટી અથવા પરોઠા સાથે કે પછી ખાસ સૌમ્ય સુવાસવાળા ભાત સાથે પણ પીરસી શકાય છે.

Paneer Pasanda Sabzi, Restaurant Style Paneer Pasanda recipe - How to make Paneer Pasanda Sabzi, Restaurant Style Paneer Pasanda in gujarati

તૈયારીનો સમય: ૧૫ મિનિટ   બનાવવાનો સમય: ૧૬ મિનિટ   રાંધવા સમય લેવામાં :    કુલ સમય :     ૩માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો

પનીર પસંદાની રેસીપી બનાવવા માટે
૩૦ પનીર ના ત્રિકોણ
૨ ટેબલસ્પૂન તેલ
૧ ટીસ્પૂન મરચાં પાવડર
૧/૨ ટીસ્પૂન ગરમ મસાલો
૧ કપ જેરી લીધેલું દહીં
મીઠું , સ્વાદાનુસાર
તેલ , તળવા માટે

કાંદા-કાજૂની પેસ્ટ માટે
૧ કપ મોટા સમારેલા કાંદા
લસણની કળી
નાનો આદૂનો ટુકડો
૨ ટેબલસ્પૂન ટુકડા કરેલા કાજૂ

બ્રાઉન કાંદાની પેસ્ટ માટે
૧ ૧/૨ કપ સ્લાઇસ કરેલા કાંદા
તેલ , તળવા માટે

મિક્સ કરી પૂરણ બનાવો
૧/૨ કપ ભૂક્કો કરેલું પનીર
૧ ટીસ્પૂન બારીક સમારેલી કોથમીર
૧ ટીસ્પૂન બારીક સમારેલા ફૂદીનાના પાન
૧ ટીસ્પૂન સમારેલી કિસમિસ
૧ ટીસ્પૂન સમારેલા કાજૂ
૧/૨ ટીસ્પૂન આદુ ની પેસ્ટ
૧/૨ ટીસ્પૂન લસણ ની પેસ્ટ
૧/૨ ટીસ્પૂન લીલા મરચા ની પેસ્ટ
મીઠું, સ્વાદાનુસાર

કોર્નફ્લોર-પાણીને મેળવી મિશ્રણ તૈયાર કરો
૧/૨ કપ કોર્નફ્લોર
૧/૪ કપ પાણી
મીઠું, સ્વાદાનુસાર

સજાવવા માટે
૧ ટેબલસ્પૂન તાજી સમારેલી કોથમીર
કાર્યવાહી
કાંદા-કાજૂની પેસ્ટ માટે

  કાંદા-કાજૂની પેસ્ટ માટે
 1. એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં કાંદાની સાથે ૧ કપ પાણી મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૫ થી ૬ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લીધા પછી તેને સંપૂર્ણ ઠંડા થવા માટે બાજુ પર રાખો.
 2. કાંદા જ્યારે સંપૂર્ણ ઠંડા થઇ જાય ત્યારે તેની સાથે લસણ, આદૂ અને કાજૂ મેળવી મિક્સરમાં ફેરવી સુંવાળી પેસ્ટ તૈયાર કરી બાજુ પર રાખો.

બ્રાઉન કાંદાની પેસ્ટ માટે

  બ્રાઉન કાંદાની પેસ્ટ માટે
 1. એક નૉન-સ્ટીક કઢાઇમાં તેલ ગરમ કરી તેમાં કાંદા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો.
 2. તે પછી તેને ટીશ્યુ પેપર પર મૂકી સૂકા કરી સંપૂર્ણ ઠંડા થવા બાજુ પર રાખો.
 3. જ્યારે તે ઠંડા થઇ જાય, ત્યારે તેને ૧/૪ કપ પાણી સાથે મિક્સ કરી મિક્સરમાં ફેરવી સુંવાળી પેસ્ટ તૈયાર કરી બાજુ પર રાખો.

પનીર ના પૂરણ માટે

  પનીર ના પૂરણ માટે
 1. પૂરણને ૧૫ સમાન ભાગોમાં વહેંચો.
 2. સ્વચ્છ સપાટી પર ૧૫ ત્રિકોણ મૂકો, પૂરણનો એક ભાગ દરેક ત્રિકોણમાં મૂકો અને તેને સમાનરૂપે ફેલાવો. તેને બાકીના ૧૫ ત્રિકોણથી કવર કરી ને ધીમેથી દબાવો.
 3. સ્ટફ્ડ પનીર ત્રિકોણને કોર્નફ્લોર--પાણી ના મિશ્રણમાં ડૂબવો અને તેને ગરમ તેલમાં કાળજીપૂર્વક મૂકો. તમે એક સમયે ૫ થી ૬ ત્રિકોણ તળી શકો છો. જ્યાં સુધી તે બધી બાજુઓથી ગોલ્ડન બ્રાઉન રંગના ન થાય ત્યાં સુધી તળી ને કાડી લો અને બાજુ માં રાખો.

પનીર પસંદાની રેસીપી બનાવવા માટે આગળની રીત

  પનીર પસંદાની રેસીપી બનાવવા માટે આગળની રીત
 1. એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી, તેમાં કાંદા-કાજૂની પેસ્ટ મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
 2. તે પછી તેમાં મરચાં પાવડર અને ગરમ મસાલો મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૩ થી ૪ મિનિટ સુધી સતત હલાવતા રહી રાંધી લો.
 3. હવે તાપ ઓછો કરી, તેમાં દહીં મેળવી સારી રીતે મિક્સ કરી ધીમા તાપ પર ૨ મિનિટ સુધી સતત હલાવતા રહી રાંધી લો.
 4. તે પછી તેમાં બ્રાઉન કાંદાની પેસ્ટ, મીઠું અને ૧/૪ કપ પાણી મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
 5. છેલ્લે તેમાં સ્ટફ્ડ પનીર ના ત્રિકોણ મેળવી હળવા હાથે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી રાંધી લો.
 6. પનીર પસંદાને કોથમીર વડે સજાવીને નાન, પરાઠા અને જીરા રાઇસ સાથે ગરમા ગરમ પીરસો.

Reviews