પનીર ટીક્કા પુલાવ - Paneer Tikka Pulao

Paneer Tikka Pulao recipe In Gujarati

This recipe has been viewed 1504 times
5/5 stars  100% LIKED IT   
1 REVIEW ALL GOOD

Paneer Tikka Pulao - Read in English 


કોઇપણ તહેવારોના દીવસો હોય ત્યારે તમે આ નવીનતાભર્યું પનીર ટીક્કા પુલાવ તમારા પ્રિયજનો માટે જરૂરથી બનાવજો. આ વાનગીમાં રસદાર પનીર અને શાકભાજીને તવા પર રાંધતા પહેલા દહીં અને મસાલાના મિશ્રણમાં મૅરિનેટ કરવામાં આવ્યા છે અને છેલ્લે તેને બાસમતી ભાત સાથે મેળવીને તમે આંગળા ચાટી જાવ એવી સ્વાદિષ્ટ વાનગી તૈયાર થાય છે.

Paneer Tikka Pulao recipe - How to make Paneer Tikka Pulao in gujarati

તૈયારીનો સમય: ૧૫ મિનિટ   બનાવવાનો સમય: ૧૫ મિનિટ   રાંધવા સમય લેવામાં :    કુલ સમય :     ૬માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો

પનીર ટીક્કા માટે
૧ ૧/૨ કપ પનીર , ૫૦ મી.મી. (૨”)ના ચોરસ ટુકડા કરેલા
૧/૨ કપ સિમલા મરચાં , ૫૦ મી.મી. (૨”)ના ચોરસ ટુકડા કરેલા
૧/૨ કપ કાંદા , ૫૦ મી.મી. (૨”)ના ચોરસ ટુકડા કરેલા
૧/૨ કિલોગ્રામ ઘટ્ટ દહીં
૧/૨ ટીસ્પૂન ચણાનો લોટ
૧ ટીસ્પૂન આદૂની પેસ્ટ
૧ ટીસ્પૂન લસણની પેસ્ટ
૨ ટીસ્પૂન મરચાં પાવડર
૧/૨ ટીસ્પૂન કસૂરી મેથી
૧/૨ ટીસ્પૂન ગરમ મસાલો
૨ ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર
મીઠું , સ્વાદાનુસાર
૨ ટેબલસ્પૂન તેલ

ભાત માટે
૧ ૧/૨ કપ બાસમતી ચોખા , ૧૫ મિનિટ પલાળીને નીતારી લીધેલા
૧ ટેબલસ્પૂન તેલ
૧/૨ ટીસ્પૂન જીરૂ
લવિંગ
તમાલપત્ર
૨૫ મિલીમીટર (૧”)નો તજનો ટુકડો
મીઠું , સ્વાદાનુસાર

બીજી જરૂરી વસ્તુઓ
૧ ટેબલસ્પૂન તેલ

સજાવવા માટે
ફૂદીનાની ડાળખી
કાર્યવાહી
પનીર ટીક્કા માટે

    પનીર ટીક્કા માટે
  1. એક બાઉલમાં ઘટ્ટ દહીં, ચણાનો લોટ, આદૂની પેસ્ટ, લસણની પેસ્ટ, મરચાં પાવડર, કસૂરી મેથી, ગરમ મસાલો, કોથમીર, મીઠું અને ૧ ટેબલસ્પૂન તેલ મેળવી સારી રીતે મિક્સ કરી મૅરિનેડ તૈયાર કરો.
  2. તે પછી તેમાં પનીર, સિમલા મરચાં અને કાંદા મેળવી હળવેથી મિક્સ કરી ૧૦ થી ૧૫ મિનિટ સુધી મૅરિનેટ થવા બાજુ પર રાખો.
  3. પનીર, સિમલા મરચાં અને કાંદાને ૪ સ્ક્યુઅર સ્ટીક પર ગોઠવી લો.
  4. બાકી રહેલું ૧ ટેબલસ્પૂન તેલ તવા પર ગરમ કરી, પનીર ટીક્કાને તેની પર ગોઠવીને ૪ થી ૫ મિનિટ સુધી તે દરેક બાજુએથી લાઇટ બ્રાઉન થાય ત્યાં સુધી રાંધી લો. પછી તેને સ્ક્યુઅરમાંથી કાઢી બાજુ પર રાખો.

ભાત માટે

    ભાત માટે
  1. એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં જીરૂ, લવિંગ, તમાલપત્ર અને તજ મેળવી મધ્યમ તાપ થોડી સેકંડ સુધી સાંતળી લો.
  2. જ્યારે જીરૂ તતડવા માંડે, ત્યારે તેમાં ચોખા અને મીઠું મેળવી, મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી સાંતળી લો.
  3. તે પછી તેમાં ૩ કપ ગરમ પાણી મેળવી, પૅનને ઢાંકી મધ્યમ તાપ પર ૧૦ થી ૧૫ મિનિટ અથવા ચોખા બરોબર રંધાઇ જાય ત્યાં સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
  4. હલકા હાથે કાંટા (fork)ની મદદથી ભાતના દરેક દાણા છુટા પાડી બાજુ પર રાખો.

આગળની રીત

    આગળની રીત
  1. એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી, તેમાં પનીર ટીક્કા અને ભાત મેળવી હળવેથી મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
  2. ફૂદીનાની ડાળખી વડે સજાવીને ગરમ ગરમ પીરસો.

Reviews