પનીર અને મકાઇનો ચટપટો સલાડ - Paneer and Corn Chatpata Salad

Paneer and Corn Chatpata Salad recipe In Gujarati

This recipe has been viewed 1705 times
5/5 stars  100% LIKED IT   
2 REVIEWS ALL GOOD

Paneer and Corn Chatpata Salad - Read in English 


આ સલાડ બનાવીને તમે જ્યારે ચાખશો ત્યારે તમને લાગશે કે તે વધુ માત્રામાં બનાવ્યું હોત તો સારૂ. આ પનીર અને મકાઇનો ચટપટો સલાડ એવા વિવિધ રંગ અને સ્વાદનું સંયોજન છે કે તે તમારા મનને જરૂર લલચાવશે અને તમે તેને ઝટપટ પૂરું કરશો. અહીં પનીરને સાંતળવામાં આવ્યું છે જેથી તેનો કાચો સ્વાદ દૂર થાય છે અને ખાવાલાયક બને. રસદાર મકાઇના દાણા, ખાટ્ટા ટમેટા, ચાવવા ગમે તેવા બટેટા અને કરકરા લીલા કાંદાની સાથે લીંબુના રસ વડે બનતા આ સલાડમાં ચટપટા ચાટ મસાલાનો ઉમેરો તેને વધુ રુચિકાર બનાવે છે અને આ બધાનું મિશ્રણ તમને જરૂર ગમશે.

Paneer and Corn Chatpata Salad recipe - How to make Paneer and Corn Chatpata Salad in gujarati

તૈયારીનો સમય: ૧૫ મિનિટ   બનાવવાનો સમય: ૨ મિનિટ   રાંધવા સમય લેવામાં :    કુલ સમય :     ૨માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો
૧/૨ કપ પનીર ટુકડા
૧ ૧/૨ કપ મકાઇના દાણા
૨ ટીસ્પૂન ચાટ મસાલો
૧ ટેબલસ્પૂન તેલ
૧ કપ બાફેલા બટાટાના ટુકડા
૧ કપ સમારેલા લીલા કાંદાનો સફેદ અને લીલો ભાગ
૩/૪ કપ સમારેલા ટમેટા
૧/૨ ટીસ્પૂન લીંબુનો રસ
૧/૨ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં
૧ ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર
મીઠું , સ્વાદાનુસાર
કાર્યવાહી
    Method
  1. એક ખુલ્લા પહોળા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં પનીરના ટુકડા મેળવી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી પનીરના ટુકડા બ્રાઉન રંગના થાય ત્યાં સુધી સાંતળી લો. તે પછી તેને ઠંડા થવા બાજુ પર રાખો.
  2. એક ઊંડા બાઉલમાં બધી વસ્તુઓની સાથે પનીર મેળવી સરખી રીતે મિક્સ કરી લો.
  3. તરત જ પીરસો.

Reviews