પનીર ઈન ક્વીક વાઇટ ગ્રેવી - Paneer in Quick White Gravy

Paneer in Quick White Gravy recipe In Gujarati

This recipe has been viewed 2134 times

Paneer in Quick White Gravy - Read in English 


વધુ પડતા લોકો વિચારે છે કે પનીર એટલું સૌમ્ય સ્વાદ ધરાવે છે કે તે ફ્કત ટમેટાની ગ્રેવીમાં સારી રીતે ભળી શકે છે. પણ, આ એક ગેરસમજ છે – પનીર એક એવી સર્વતોમુખી સામગ્રી છે જે સફેદ ગ્રેવી સાથે પણ સારી રીતે ભળી જાય છે. પનીર ઈન ક્વીક વાઇટ ગ્રેવી એક ખૂબજ સરળ અને ઝટપટ બનતી અને સૌમ્ય સ્વાદ ધરાવતી વાનગી છે. જો તમે આ વાનગીમાં તાજા અને નરમ પનીરનો ઉપયોગ કરશો તો તેનો તમને સર્વોત્તમ પરિણામ જોવા મળશે. આ વાનગી નાન અથવા પૂરી સાથે પીરસી શકો.

પનીર ઈન ક્વીક વાઇટ ગ્રેવી - Paneer in Quick White Gravy recipe in Gujarati

તૈયારીનો સમય: ૫ મિનિટ   બનાવવાનો સમય: ૭ મિનિટ   રાંધવા સમય લેવામાં :    કુલ સમય :     ૪માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો
૧ ૧/૨ કપ તાજું પનીર , ૧”ના ટુકડા કરેલા
૨ ટેબલસ્પૂન ઘી
૧ ટીસ્પૂન ગરમ મસાલો
૧/૨ ટેબલસ્પૂન તાજું ક્રીમ
૧/૨ ટેબલસ્પૂન દૂધ
મીઠું , સ્વાદાનુસાર

પીસીને સુંવાળી પેસ્ટ તૈયાર કરવા માટે
૧ કપ મોટા સમારેલા કાંદા
૧ ટેબલસ્પૂન ટુકડા કરેલા કાજૂ
લસણની કળી
કાર્યવાહી
    Method
  1. એક કઢાઇમાં ઘી ગરમ કરી, તેમાં તૈયાર કરેલી પેસ્ટ મેળવી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી સાંતળી લો.
  2. પછી તેમાં ગરમ મસાલો, તાજું ક્રીમ, દૂધ, મીઠું અને ૨ ટેબલસ્પૂન પાણી મેળવી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
  3. છેલ્લે તેમાં પનીર મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
  4. ગરમ ગરમ પીરસો.

Reviews