પરોઠા અને રોટી, બન્ને ઘઉંના લોટમાંથી બને છે તો તેમાં ફરક શું છે, એ સમજવા પરોઠા બનાવવાની આ સરળ રીત અજમાવી જુઓ. આમ તો બન્ને લગભગ સરખી સામગ્રીમાંથી બને છે, પણ તેને વણવાની રીત, શેકવાની રીત, રાંધવાનું માધ્યમ (તેલ સાથે અથવા તેલ વગર) વગેરે અલગ-અલગ છે, જેને લીધે સ્વાદથી લઇને ટેક્સચર સુધી, બન્ને અલગ તરી આવે છે. તમારા પ્રીય શાક અથવા કરી સાથે પરોઠા ગરમ ગરમ પીરસો.