મગફળીની કઢી, ફરાળી વાનગી - Peanut Kadhi, Farali Mungfali Kadhi, Vrat ki Kadhi

Peanut Kadhi, Farali Mungfali Kadhi, Vrat ki Kadhi recipe In Gujarati

This recipe has been viewed 1802 timesશેકેલી મગફળીનો પાવડર બનાવી અને તાજા દહીં સાથે ચણાના લોટના બદલે રાજગીરાનો લોટ મેળવી આ મગફળીની કઢી ખાસ ઉપવાસમાં ખાઇ શકાય એવી રીતે તૈયાર કરવામાં આવી છે.

Peanut Kadhi, Farali Mungfali Kadhi, Vrat ki Kadhi recipe - How to make Peanut Kadhi, Farali Mungfali Kadhi, Vrat ki Kadhi in gujarati

તૈયારીનો સમય: ૭ મિનિટ   બનાવવાનો સમય: ૭ મિનિટ   રાંધવા સમય લેવામાં :    કુલ સમય :     ૪માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો
૨ ટેબલસ્પૂન શેકેલી મગફળીનો પાવડર
૧ કપ તાજું દહીં
૧ ટેબલસ્પૂન રાજગીરાનો લોટ
૧ ટીસ્પૂન ઘી
૧/૨ ટીસ્પૂન જીરૂ
૧ ટેબલસ્પૂન આદૂ-લીલા મરચાંની પેસ્ટ
સિંધવ મીઠું , સ્વાદાનુસાર
૧/૨ ટીસ્પૂન સાકર

સજાવવા માટે
૨ ટીસ્પૂન ઝીણી સમારેલી કોથમીર

પીરસવા માટે
રાજગીરાના પરોઠા અથવા સાબુદાણાની ખીચડી
કાર્યવાહી
    Method
  1. એક ઊંડા બાઉલમાં દહીં, રાજગીરાનો લોટ અને ૨ કપ પાણી મેળવી સારી રીતે જેરી લીધા પછી તેને બાજુ પર રાખો.
  2. એક નૉન-સ્ટીક પૅનમાં ઘી ગરમ કરી તેમાં જીરૂ મેળવો.
  3. જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં આદૂ-લીલા મરચાંની પેસ્ટ મેળવી મધ્યમ તાપ પર ૩૦ સેકંડ સુધી સાંતળી લો.
  4. પછી તેમાં મગફળીનો પાવડર મેળવી મધ્યમ તાપ પર વધુ ૩૦ સેકંડ સુધી સાંતળી લો.
  5. તે પછી તેમાં દહીં-રાજગીરાના લોટનું મિશ્રણ, સિંધવ મીઠું અને સાકર મેળવી સારી રીતે મિક્સ કરી ધીમા તાપ પર ૪ થી ૫ મિનિટ સુધી રાંધી લો. તેને અહીં સતત હલાવતા રહો જેથી તેમાં ગઠોડા ન થાય.
  6. આ કઢીને કોથમીર વડે સજાવીને રાજગીરાના પરોઠા અથવા સાબુદાણાની ખીચડી સાથે ગરમ-ગરમ પીરસો.

Reviews