ફૂલકોબી અને વટાણાની કરી - Phoolgobhi Aur Mutter Ki Kari ( Rotis and Subzis)

Phoolgobhi Aur Mutter Ki Kari ( Rotis and Subzis) recipe In Gujarati

This recipe has been viewed 1684 timesઆ ફૂલકોબી અને વટાણાની કરીમાં ઉમેરવામાં આવેલી કાજૂ, નાળિયેર, ખસખસ અને દહીંની પેસ્ટ તેને શાહી અંદાઝ આપે છે, જ્યારે બીજી બાજુ ટમેટાના પલ્પનો ઉમેરો આ મલાઇદાર કરીને વધુ મજેદાર બનાવે છે. આ કરી જ્યારે રોટી સાથે પીરસવામાં આવે છે ત્યારે તે એક સંતુષ્ટ જમણનો અહેસાસ આપે છે.

ફૂલકોબી અને વટાણાની કરી - Phoolgobhi Aur Mutter Ki Kari ( Rotis and Subzis) recipe in Gujarati

તૈયારીનો સમય: ૧૫ મિનિટ   બનાવવાનો સમય: ૨૦ મિનિટ   રાંધવા સમય લેવામાં :    કુલ સમય :     ૪માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો
૧ ૧/૨ કપ કપ ફૂલકોબીના ફૂલ
૩/૪ કપ લીલા વટાણા
૩ ટેબલસ્પૂન તેલ
તમાલપત્ર
૧/૨ કપ તાજું ટમેટાનું પલ્પ
૨ ટીસ્પૂન તાજું દહીં
૨ ટેબલસ્પૂન સમારેલા કાજૂ
૧/૨ ટીસ્પૂન સાકર
મીઠું , સ્વાદાનુસાર
૧/૨ કપ દૂધ , ૨ ટેબલસ્પૂન તાજા ક્રીમ સાથે મેળવેલું

પીસીને સુંવાળી પેસ્ટ તૈયાર કરવા માટે (૨ ટેબલસ્પૂન પાણી મેળવી)
૧/૨ કપ મોટા સમારેલા કાંદા
૨ ટેબલસ્પૂન ખમણેલું નાળિયેર
લસણની કળી
૨ ટીસ્પૂન આખા ધાણા
૧ ટીસ્પૂન જીરૂ
૧૨ મિલીમીટર (૧/૨”) નો આદૂનો ટુકડો
૨ ટીસ્પૂન ખસખસ
આખા સૂકા કાશ્મીરી લાલ મરચાં , ટુકડા કરેલા
કાર્યવાહી
    Method
  1. એક કઢાઇમાં તેલ ગરમ કરી, તેમાં ફૂલકોબીના ફૂલને મેળવીને મધ્યમ તાપ પર ૬ થી ૭ મિનિટ સુધી રાંધી લીધા પછી તેને બાજુ પર રાખો.
  2. એ જ તેલમાં તમાલપત્ર અને તૈયાર કરેલી પેસ્ટ મેળવી, મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી સાંતળી લો.
  3. પછી તેમાં ટમેટાનું પલ્પ અને દહીં મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી રાંધી લો.
  4. તે પછી તેમાં ફૂલકોબી, લીલા વટાણા, કાજૂ, સાકર, મીઠું અને ૧/૨ કપ પાણી મેળવી, સારી રીતે મિક્સ કરી, વાસણને ઢાંકી, મધ્યમ તાપ પર ૫ થી ૭ મિનિટ અથવા ફૂલકોબી અને લીલા વટાણા બરોબર રંધાઇ જાય ત્યાં સુધી રાંધી લો.
  5. છેલ્લે તેમાં દૂધ-ક્રીમનું મિશ્રણ મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર વધુ ૧ મિનિટ સુધી રાંધી લો.
  6. ગરમ ગરમ પીરસો.

Reviews