ફૂદીનાની રોટી ની રેસીપી - Phudine ki Roti

Phudine ki Roti recipe In Gujarati

This recipe has been viewed 798 times

Phudine ki Roti - Read in English 


ફૂદીનો એક એવી જાદૂઇ સામગ્રી છે જે કોઇ પણ વાનગીમાં સહેજ ઉમેરવાથી વાનગીને સ્વાદિષ્ટ અને મજેદાર બનાવે છે. અહીં આ ફૂદીનાની રોટીમાં ફૂદીનાને સૂકા સાંતળીને ભુક્કો કરવામાં આવ્યા છે, જેથી તેની સુવાસમાં વધારો થાય છે અને સાદી ઘઉંની રોટી પણ મજેદાર બને છે. બીજા રોટીની રેસીપી પણ અજમાવો જેમ કે પનીર અને મેથીની રોટી અને ગાજર અને કોથમીરની રોટી.

ફૂદીનાની રોટી ની રેસીપી - Phudine ki Roti recipe in Gujarati

તૈયારીનો સમય: ૧૦ મિનિટ   બનાવવાનો સમય: ૧૫ મિનિટ   રાંધવા સમય લેવામાં :    કુલ સમય :     ૧૦રોટી માટે
મને બતાવો રોટી

ઘટકો
૨ કપ ફૂદીનાના પાન
૨ કપ ઘંઉનો લોટ
૧ ટેબલસ્પૂન ઘી
૧ ટીસ્પૂન લીલા મરચાંની પેસ્ટ
મીઠું , સ્વાદાનુસાર
ઘંઉનો લોટ , વણવા માટે
ઘી , રાંધવા માટે
કાર્યવાહી
    Method
  1. એક નૉન-સ્ટીક તવા પર ફૂદીનાના પાન મેળવી, તે કરકરા થાય ત્યાં સુધી સૂકા શેકી લીધા પછી હલકા હાથે આંગળીઓ વડે તેનો ભુક્કો કરી લો.
  2. હવે એક મોટા બાઉલમાં બાકીની બધી વસ્તુઓ સાથે ફૂદીનાના પાન મેળવી જરૂરી પાણી વડે બહુ કઠણ નહીં અને બહુ નરમ નહીં એવી કણિક તૈયાર કરો.
  3. આ કણિકના ૧૦ સરખા ભાગ પાડી, દરેક ભાગને ૧૫૦ મી. મી. (૬")ના ગોળાકારમાં ઘંઉના લોટની મદદથી વણી લો.
  4. હવે એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી, દરેક રોટીને થોડા ઘી વડે તે બન્ને બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો.
  5. ગરમા-ગરમ જ પીરસો.

Reviews