ફૂદીના જીરા પાની | પંજાબી ફુદીનો જીરા પાની | ફૂદીના અને જીરાનું પાણી - Pudina Jeera Pani, Punjabi Pudina Jeera Pani Recipe

Pudina Jeera Pani, Punjabi Pudina Jeera Pani Recipe In Gujarati

This recipe has been viewed 70 timesફૂદીના જીરા પાની | પંજાબી ફુદીનો જીરા પાની | ફૂદીના અને જીરાનું પાણી | pudina jeera pani in gujarati |

આગલી વખતે જ્યારે તમને ભારે પરિશ્રમવાળા દિવસ પછી પીવા માટે સ્વાદિષ્ટ ઠંડકવાળા પીણાની જરૂર હોય, ત્યારે તમારે કોઈ પણ સ્વાસ્થ્યપ્રદ પ્રક્રિયાવાળા પીણાંની પસંદગી કરવાની જરૂર નથી.

એક તાજું અને ઠંડુ પીણું, ફૂંડીના જીરા પાણી જ્યારે ઉપર થી બુંદી નાખી પીરસવામાં આવે ત્યારે સ્વાદિષ્ટ લાગે છે. .

ફૂદીના જીરા પાની | પંજાબી ફુદીનો જીરા પાની | ફૂદીના અને જીરાનું પાણી - Pudina Jeera Pani, Punjabi Pudina Jeera Pani Recipe in Gujarati

તૈયારીનો સમય: ૫ મિનિટ   રાંધવા સમય લેવામાં :    કુલ સમય :     ૪ ગ્લાસ માટે
મને બતાવો ગ્લાસ

ઘટકો

ફૂદીના જીરા પાની બનાવવા માટે
૧/૨ કપ ફૂદીનાના પાન
૧ ૧/૨ ટીસ્પૂન શેકીને ભૂક્કો કરેલું જીરું
૧ ટીસ્પૂન સમારેલું આદુ
૧ ટેબલસ્પૂન લીંબુનો રસ
૧/૨ ટીસ્પૂન સંચળ
૨ ટેબલસ્પૂન આમચૂર
૧ ટેબલસ્પૂન સાકર
૩/૪ ટીસ્પૂન મીઠું

સજાવવા માટે
૨ ટેબલસ્પૂન પલાળીને ગાળી લિઘેલી બુંદી
કાર્યવાહી
ફૂદીના જીરા પાની બનાવવા માટે

    ફૂદીના જીરા પાની બનાવવા માટે
  1. બધી સામગ્રીને મિક્સરમાં ભેગું કરો અને ૧ ટેબલસ્પૂન પાણીનો ઉપયોગ કરીને મુલાયમ પેસ્ટ બનવા સુઘી પીસી લો.
  2. પેસ્ટને બાઉલમાં કાઢો, ૨ કપ ઠંડુ પાણી ઉમેરો અને સારી રીતે મિક્સ કરી લો.
  3. ૪ અલગ અલગ ગ્લાસમાં રેડો અને તરત જ બુંદીથી સજાવીને પરોસો.

Reviews