ક્વીક બ્રેડ સ્નૅક - Quick Bread Snack

Quick Bread Snack recipe In Gujarati

This recipe has been viewed 5538 times

Quick Bread Snack - Read in English 


ઉપમા જેવું બનતું આ ક્વીક બ્રેડ સ્નૅક, બ્રેડના ભુકા વડે બનાવવામાં આવે છે. તે ઉપરાંત તેમાં કાંદા, આદુ અને લીલા મરચાં તેને તીખાશ આપે છે, જ્યારે ટમેટા, ટૉમેટો કૅચપ અને લીંબુનો રસ તેને થોડી ખટ્ટાશ આપી સ્વાદીષ્ટ બનાવે છે.

Quick Bread Snack recipe - How to make Quick Bread Snack in gujarati

તૈયારીનો સમય: ૧૦ મિનિટ   બનાવવાનો સમય: ૫ મિનિટ   રાંધવા સમય લેવામાં :    કુલ સમય :     ૪માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો
૧૨ બ્રેડની સ્લાઇસ
૨ ટેબલસ્પૂન તેલ
૨ ટીસ્પૂન રાઇ
૧ ટેબલસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં
૧ ટીસ્પૂન ઝીણું સમારેલું આદુ
૧ કપ ઝીણા સમારેલા કાંદા
૧/૨ કપ ઝીણા સમારેલા ટમેટા
૧/૪ કપ ટૉમેટો કૅચપ
૧/૨ ટેબલસ્પૂન લીંબુનો રસ
મીઠું , સ્વાદાનુસાર
૨ ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર
કાર્યવાહી
    Method
  1. બ્રેડની સ્લાઇસને પાણીમાં ડૂબાવીને તરત જ કાઢી લો. પછી તેમાં રહેલું પાણી બરોબર નીચોવી તેનો ભુક્કો કરી બાજુ પર રાખો.
  2. એક કઢાઇમાં તેલ ગરમ કરી તેમાં રાઇ નાંખો.
  3. રાઇ જ્યારે તતડવા માંડે, ત્યારે તેમાં લીલા મરચાં અને આદુ મેળવી મધ્યમ તાપ પર થોડી સેકંડ સાંતળી લો.
  4. પછી તેમાં કાંદા મેળવી વધુ ૨ મિનિટ સાંતળી લો.
  5. તે પછી તેમાં ટમેટા મેળવી મધ્યમ તાપ પર વધુ ૧ મિનિટ સુધી, થોડા-થોડા સમયે હલાવતા રહી, રાંધી લો.
  6. છેલ્લે તેમાં બ્રેડનો ભુક્કો, ટૉમેટો કૅચપ, લીંબુનો રસ, મીઠું અને કોથમીર મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી, થોડા-થોડા સમયે હલાવતા રહી રાંધી લો.
  7. તરત જ પીરસો.

Reviews