ઝટપટ પનીરની સબ્જી - Quick Paneer Subzi

Quick Paneer Subzi recipe In Gujarati

This recipe has been viewed 3548 times
5/5 stars  100% LIKED IT   
1 REVIEW ALL GOOD

Quick Paneer Subzi - Read in English 


આ ઝટપટ પનીરની સબ્જી અનેક લોકોને પસંદ આવે એવી છે કારણકે તેમાં રૂચીદાયક સ્વાદ અને બનાવટનું સંયોજન છે. આ જૈન વાનગીમાં પનીર, સીમલા મરચાં અને ટમેટાનો સ્વાદ, સાદા પણ ખુશ્બુદાર મસાલા જેવા કે આખા ધાણા અને લાલ મરચાં દ્વારા વઘારવામાં આવ્યું છે. મોઢામાં પાણી છુટે એવી આ સબ્જી તો છે જ પણ સાથે તેમાં ખૂબ ઓછી સામગ્રીનો ઉપયોગ થયા હોવાથી તે ખૂબ સરળ અને ઝટપટ બને છે. તો આ મજેદાર ભાજી તમે ગમે તે દિવસે માણી શકો એવી છે.

Quick Paneer Subzi recipe - How to make Quick Paneer Subzi in gujarati

તૈયારીનો સમય: ૧૨ મિનિટ   બનાવવાનો સમય: ૮ મિનિટ   રાંધવા સમય લેવામાં :    કુલ સમય :     ૩માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો
૩ કપ પનીરના ટુકડા
લાલ કાશ્મીરી મરચાં , ટુકડા કરેલા
૧ ટેબલસ્પૂન આખા ધાણા
૨ ટેબલસ્પૂન તેલ
૧ ટીસ્પૂન જીરૂ
૧ કપ સીમલા મરચાંની પટ્ટીઓ
૧ ૧/૨ કપ સમારેલા ટમેટા
મીઠું , સ્વાદાનુસાર
કાર્યવાહી
    Method
  1. એક નાના ખુલ્લા નૉન-સ્ટીક પૅનમાં લાલ મરચાં અને ધાણા નાંખી ધીમા તાપ પર ૧ મિનિટ સુધી સૂકા શેકી લીધા પછી ઠંડા થવા બાજુ પર રાખો.
  2. ઠંડા પાડ્યા પછી, તેને મિક્સરમાં ફેરવી ઝીણો પાવડર તૈયાર કરી બાજુ પર રાખો.
  3. એક નૉન-સ્ટીક કઢાઇમાં તેલ ગરમ કરી તેમાં જીરૂ મેળવો.
  4. જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં સીમલા મરચાંની પટ્ટીઓ મેળવી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી સાંતળી લો.
  5. તે પછી તેમાં તૈયાર કરેલો પાવડર, ટમેટા, મીઠું અને ૨ ટેબલસ્પૂન પાણી મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી, વચ્ચે-વચ્ચે હલાવતા રહી, રાંધી લો.
  6. છેલ્લે તેમાં પનીર મેળવી સારી રીતે હલાવી મધ્યમ તાપ પર વધુ ૧ થી ૨ મિનિટ સુધી, વચ્ચે-વચ્ચે હલાવતા રહી, રાંધી લો.
  7. ગરમ ગરમ પીરસો.

Reviews