You are here: Home > વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > બંગાળી વ્યંજન > બંગાળી મીઠાઈ > ક્વીક રોઝ સંદેશ ની રેસીપી ક્વીક રોઝ સંદેશ ની રેસીપી - Quick Rose Sandesh તરલા દલાલ Post A comment 02 Apr 2018 This recipe has been viewed 871 times Quick Rose Sandesh - Read in English મોઢામાં મૂક્તાની સાથે જ પીગળી જાય એવી આ બંગાળી મીઠાઇમાં જ્યારે રોઝ કે ઓરેન્જની ખુશ્બુ મેળવવામાં આવે ત્યારે તે એક ખાસ પ્રકારની મીઠાઇ જ બની જાય છે. અહીં અમે ક્વીક રોઝ સંદેશ બનાવવાની રીત રજૂ કરી છે જેમાં તૈયાર મળતા પનીરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ગુલાબની ખુશ્બુ આ મીઠાઇને અત્યંત આકર્ષક અને સુંદર બનાવે છે. આ મીઠાઇમાં તાજા પનીરનો ઉપયોગ કરશો તો તેની બનાવટ સારી થશે. તેને તમે રેફ્રિજરેટરમાં ૩ થી ૪ દીવસ રાખી શકો છો અને જ્યારે મજા લેવી હોય ત્યારે તેનો સ્વાદ માણો. આ ક્વીક રોઝ સંદેશ તહેવારો કે ખાસ પ્રસંગે બનાવી શકાય એવી મજાની મીઠાઇ છે. Quick Rose Sandesh recipe - How to make Quick Rose Sandesh in gujarati Tags બંગાળી મીઠાઈઆસાન સરળ વેગ ભારતીય રેસીપીછેન્ના / પનીરની વાનગીઓપરંપરાગત ભારતીય મીઠાઈઓ રેસિપીઝરાંધ્યા વગરની વાનગીદિવાળીની રેસિપિરક્ષાબંધન સ્વીટ તૈયારીનો સમય: ૧૦ મિનિટ   રાંધવા સમય લેવામાં : 0 મિનિટ    કુલ સમય : ૧૦ મિનિટ    ૮માત્રા માટે ઘટકો ૫ ટીપા ગુલાબનું ઍસેન્સ૧ ૧/૨ ટેબલસ્પૂન ગુલાબનું શરબત૧ કપ ખમણેલું પનીર૨ ટેબલસ્પૂન પીસેલી સાકરસજાવવા માટે૧ ટેબલસ્પૂન ઝીણી સમારેલી બદામ૧ ટેબલસ્પૂન ઝીણા સમારેલા પીસ્તાલાંબી સમારેલી ગુલાબની પાંદડીઓ કાર્યવાહી Methodએક મોટી થાળીમાં બધી વસ્તુઓ ભેગી કરીને મિશ્રણ સુંવાળું થાય ત્યાં સુધી ગુંદી લો.આ મિશ્રણને એક બાઉલમાં મૂકીને ૧૫ મિનિટ માટે ફ્રીજમાં રાખો.તે પછી મિશ્રણના ૮ સરખા ભાગ પાડી, દરેક ભાગને ગોળાકાર બનાવીને હલકા હાથે દબાવીને મધ્યમાં આંગળી વડે ખાડો પાડી લો.છેલ્લે તેને પીસ્તા-બદામ અને ગુલાબની પાંદડીઓ વડે સજાવી લો.તે પછી તેને રેફ્રિજરેટરમાં ૩૦ મિનિટ સુધી રાખી લીધા પછી પીરસો.