રાગીનો ઉપમા ની રેસીપી - Ragi Rava Upma, Healthy Nachni Suji Upma

Ragi Rava Upma, Healthy Nachni Suji Upma recipe In Gujarati

This recipe has been viewed 1457 timesનાસ્તાની વાનગીમાં પૌષ્ટિક તથા ઝટપટ તૈયાર થાય એવી વાનગીમાં રાગીનો ઉપમા એક એવી વાનગી છે જેમાં ફાઇબર અને લોહતત્વ હોવાથી તે એક અતિ પૌષ્ટિક ડીશ ગણી શકાય.

જો કે આ રાગીનો ઉપમા દેખાવમાં બહુ આકર્ષક નથી, પણ પૌષ્ટિકતામાં અતિ ઉચ્ચ હોવાથી એક વખત તો જરૂરથી બનાવીને અજમાવી શકાય એવી વાનગી છે. અહીં યાદ રાખવું કે ઉપમા તૈયાર થઇ જાય કે તરત જ પીરસવું, નહીં તો તે પાછળથી લોંદા જેવું બની જશે.

રાગીનો ઉપમા ની રેસીપી - Ragi Rava Upma, Healthy Nachni Suji Upma recipe in Gujarati

તૈયારીનો સમય: ૧૦ મિનિટ   બનાવવાનો સમય: ૧૫ મિનિટ   રાંધવા સમય લેવામાં :    કુલ સમય :     ૪ માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો

રાગીનો ઉપમા ની રેસીપી બનાવવા માટે
૧ કપ રાગી (નાચની) નો લોટ
૧/૨ કપ રવો
૨ ટીસ્પૂન તેલ
૧ ટીસ્પૂન રાઇ
એક ચપટીભર હીંગ
૨ to ૩ કડી પત્તા
૨ ૧/૨ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં
૧/૪ કપ ઝીણા સમારેલા કાંદા
૧/૨ કપ ઝીણા સમારેલા ગાજર
મીઠું , સ્વાદાનુસાર
૧/૪ કપ ઝીણી સમારેલી કોથમીર
કાર્યવાહી
  Method

રાગીનો ઉપમા ની રેસીપી બનાવવા માટે

  રાગીનો ઉપમા ની રેસીપી બનાવવા માટે
 1. રાગીનો ઉપમા બનાવવા માટે, એક પહોળી નૉન-સ્ટીક કઢાઇમાં રાગીનો લોટ અને રવો મેળવી મધ્યમ તાપ પર ૪ થી ૫ મિનિટ સુધી અથવા તે હલકા લાલશ પડતા રંગનું થાય ત્યાં સુધી સતત હલાવતા રહી શેકી લીધા પછી બાજુ પર રાખો.
 2. એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં રાઇ મેળવો.
 3. જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં તેમાં હીંગ, કડી પત્તા, લીલા મરચાં અને કાંદા મેળવી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી સાંતળી લો.
 4. તે પછી તેમાં ગાજર મેળવી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી સાંતળી લો.
 5. તે પછી તેમાં શેકેલા રાગી-રવાનો લોટ મેળવી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી સાંતળી લો.
 6. હવે તેમાં ૪ કપ ગરમ પાણી મેળવી ધીમા તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી અથવા તેમાં રહેલું પાણી શોષાઇ જાય ત્યાં સુધી સતત હલાવતા રહી રાંધી લો.
 7. છેલ્લે તેમાં કોથમીર મેળવી સારી રીતે મિક્સ કરીને ૨ થી ૩ મિનિટ માટે ઢાંકીને બાજુ પર રાખો.
 8. રાગીનો ઉપમા ગરમ-ગરમ પીરસો.

Reviews