રાગી અને ઓટસ્ ના ક્રેકર્સ ની રેસીપી - Ragi and Oat Crackers

Ragi and Oat Crackers recipe In Gujarati

This recipe has been viewed 712 times

Ragi and Oat Crackers - Read in English 


પચવામાં હલકા અને સ્વાદમાં કરકરા આ લોહતત્વ ધરાવતા ક્રેકર્સ સવારના નાસ્તા માટેની એક ઉત્તમ વાનગી છે. આ રાગી અને ઓટસ્ ના ક્રેકર્સ વધારે સારા ગણાય એવા છે કારણકે તેમાં આરોગ્યદાઇ રાગી, ઓટસ્ અને ઘઉંના લોટની સાથે જેતૂનનું તેલ અને બીજા મસાલા મેળવવામાં આવ્યા છે.

જેતૂનનું તેલ આ ક્રેકર્સને સ્વાદિષ્ટ અને સુગંધીદાર બનાવી એક મજેદાર કરકરા સ્વાદનો અનુભવ કરાવે છે જે અન્ય ક્રેકર્સમાં વધુ પડતા માખણ અને અન્ય પ્રકારના તેલનો ઉપયોગ કરીને મળે છે.

Ragi and Oat Crackers recipe - How to make Ragi and Oat Crackers in gujarati

તૈયારીનો સમય: ૫ મિનિટ   બેકિંગનું તાપમાન:  ૧૮૦˚ સે (૩૬૦˚ ફે)   બેકિંગનો સમય:  ૩૦ થી ૩૫ મિનિટ   રાંધવા સમય લેવામાં :    કુલ સમય :     ૨૪ ક્રેકર્સ માટે
મને બતાવો ક્રેકર્સ

ઘટકો

રાગી અને ઓટસ્ ના ક્રેકર્સ ની રેસીપી બનાવવા માટે
૧/૨ કપ રાગી (નાચની) નો લોટ
૧/૪ કપ ક્વીક કુકીંગ રોલ્ડ ઓટસ્
૧/૨ કપ ઘઉંનો લોટ
૨ ટેબલસ્પૂન જેતૂનનું તેલ
૧/૨ ટીસ્પૂન લીલા મરચાંની પેસ્ટ
૧/૨ ટીસ્પૂન લસણની પેસ્ટ
મીઠું, સ્વાદાનુસાર
કાર્યવાહી
    Method
  1. રાગી અને ઓટસ્ ના ક્રેકર્સ ની રેસીપી બનાવવા માટે બધી સામગ્રી એક ઊંડા બાઉલમાં મેળવી સારી રીતે મિક્સ કરી જરૂરી પાણી વડે કઠણ કણિક તૈયાર કરો.
  2. આ કણિકના બે સરખા ભાગ પાડી લો.
  3. હવે કણિકના એક ભાગને સૂકા લોટની મદદ લીધા વગર ૨૦૦ મી. મી. (૮”)ના ગોળાકારમાં વણી લો.
  4. તે પછી તેના પર અણીદાર ચપ્પુ વડે થોડા-થોડા અંતરે કાંપા પાડીને ૫૦ મી. મી. X ૫૦ મી. મી. (૨” x ૨”)ના ચોરસ ટુકડા બનાવી લો. લગભગ ૧૨ ટુકડા થશે.
  5. રીત ક્રમાંક ૩ અને ૪ મુજબ કણિકના બીજા ભાગને પણ વણીને ૧૨ ટુકડા તૈયાર કરો.
  6. આમ તૈયાર કરેલા ટુકડાઓને તેલ ચોપડેલી ટ્રેમાં ગોઠવી આગળથી ગરમ કરેલા ઑવનમાં ૧૮૦° સે (૩૬૦° ફે) તાપમાન પર ૨૫ થી ૩૦ મિનિટ સુધી અથવા તે બન્ને બાજુએથી કરકરા બને ત્યાં સુધી બેક કરી લો. લગભગ ૧૨ મિનિટ સુધી બેક કર્યા પછી તેને ઉથલાવી લેવા. આમ તૈયાર થયેલા ક્રેકર્સને ઠંડા થવા બાજુ પર રાખો.
  7. તરત જ પીરસો અથવા હવા બંધ બરણીમાં ભરીને જ્યારે તેનો સ્વાદ માણવો હોય ત્યારે માણો.

Reviews