રાજમા કરી - Rajma Curry, Punjabi Rajma Masala Recipe

Rajma Curry,  Punjabi Rajma Masala Recipe In Gujarati

This recipe has been viewed 10832 times
5/5 stars  100% LIKED IT   
1 REVIEW ALL GOODકોઇ પણ જમણ તમને સંપૂર્ણ સંતુષ્ટ ન કરી શકે એટલું ધરાઇ જવાય એવો સંતોષ તમને આ રાજમા કરી અને ભાતના જમણમા મળશે. રાજમા પૌષ્ટિક અને ગુણકારી તો છે પણ તેને જ્યારે ટમેટા અને રોજના મસાલા સાથે રાંધવામાં આવે ત્યારે તે ખુબ જ સ્વાદીષ્ટ બને છે. આ કરી પંજાબ તરફના લોકોની મનપસંદ વાનગી છે અને નાના મોટા સહુને પ્રિય પણ એટલી જ છે.

રાજમા કરી - Rajma Curry, Punjabi Rajma Masala Recipe in Gujarati

તૈયારીનો સમય: ૧૦ મિનિટ   બનાવવાનો સમય: ૧૫ મિનિટ   રાંધવા સમય લેવામાં :    કુલ સમય :     ૪માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો
૨ કપ પલાળીને બાફેલા રાજમા
૨ કપ સમારેલા ટમેટા
૩ ટેબલસ્પૂન તેલ
૧/૨ કપ સમારેલા કાંદા
૧ ટેબલસ્પૂન લસણ-આદુ-લીલા મરચાંની પેસ્ટ
૧ ટીસ્પૂન મરચાં પાવડર
મીઠું , સ્વાદાનુસાર
કાર્યવાહી
    Method
  1. એક ઊંડી નૉન-સ્ટીક કઢાઇમાં ટમેટા અને ૧ કપ પાણી મેળવી મધ્યમ તાપ પર ૮ થી ૧૦ મિનિટ સુધી અથવા ટમેટા બરોબર બફાઇને નરમ થાય ત્યાં સુધી, વચ્ચે-વચ્ચે હલાવતાં રહી, બાફી લો.
  2. તેને ઠંડા થવા થોડો સમય બાજુ પર રાખી લીધા પછી મિક્સરમાં ફેરવી સુંવાળું પલ્પ તૈયાર કરી તેને બાજુ પર રાખો.
  3. એક ઊંડી નૉન-સ્ટીક કઢાઇમાં તેલ ગરમ કરી તેમાં કાંદા મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી સાંતળી લો.
  4. તે પછી તેમાં લસણ-આદુ-લીલા મરચાંની પેસ્ટ, મરચાં પાવડર અને ૨ ટેબલસ્પૂન પાણી મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી રાંધી લો.
  5. છેલ્લે તેમાં રાજમા, ટમેટાનું પલ્પ અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી, વચ્ચે થોડા-થોડા સમયે હલાવતા રહી, રાંધી લો.
  6. ગરમ ગરમ પીરસો.

Reviews